વડોદરા વાઘોડિયા રોડ ખાતે દબાણ હટાવ ઝુંબેશ: લારી ધારકો સાથે ઘર્ષણ - At This Time

વડોદરા વાઘોડિયા રોડ ખાતે દબાણ હટાવ ઝુંબેશ: લારી ધારકો સાથે ઘર્ષણ


વડોદરા,તા.03 ઓગષ્ટ 2022,બુધવારવડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજે સવારથી કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે જેમાં લારી ગલ્લા અને કેબીનો રસ્તાને નડતરરૂપ હતા તે હટાવવા જતા દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા લારી ગલ્લા અને કેબીનો હટાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે બે દિવસ અગાઉ પણ સયાજી હોસ્પિટલની પાછળના ભાગમાં દબાણો હટાવવા જતા દબાણ શાખાની ટીમને લારીગલ્લા વાળાઓ સાથે ચકમક ઝરી હતી ત્યારબાદ આજે સવારે વાઘોડિયા ચોકડીથી વૃંદાવન ચાર રસ્તા સુધીના દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ત્યારે કેટલાક લારી ગલ્લા ધારકોએ દબાણ શાખાની ટીમનો વિરોધ કર્યો હતો અને ગરીબોના દબાણો હટાવવામાં આવે છે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને દબાણ શાખાની કામગીરી અટકાવવાનો પ્રયત્ન કરતા ઘર્ષણ સર્જાયું હતું પરંતુ કોર્પોરેશન દ્વારા બપોર સુધીમાં 40 જેટલી લારી અને ગલ્લા ઉઠાવી લેવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.