જે.ડી.એસ.વી મોટાસડાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો શાળાકીય તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kjt2jsh31awkjppf/" left="-10"]

જે.ડી.એસ.વી મોટાસડાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો શાળાકીય તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન.


જે.ડી.એસ.વી મોટાસડાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો શાળાકીય તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન.

આજ રોજ તારીખ 04/09/2023 ને સોમવારના રોજ દાંતા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન જય શ્રી દ્વારકાધીશ વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. જેમાં દાંતા તાલુકાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ U-19, U-17, U-14 માં જુદી જુદી શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી મોટાસડા ના વિદ્યાર્થી ભાઈ બહેનો U-19 માં અને U-17 માં ભાઈઓ બહેનો પ્રથમ તેમજ U-14 માં ભાઈઓ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી U-19,U-17,U-14 ત્રણેય વિભાગ માં તાલુકા ચેમ્પિયન બની જિલ્લા કક્ષાએ ભાગ લેવા જઈને શાળાનું અને ગામનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ શાળાના આચાર્યશ્રી ડી.ટી.રાઠોડ સાહેબે વ્યાયામ શિક્ષક શ્રી પંકજભાઈ પટેલ સાહેબ તથા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ જુદી જુદી કામગીરી બજાવવા બદલ સ્ટાફના તમામ ભાઈઓ અજીતસિંહ ગેલોત, દિપકભાઈ પ્રજાપતિ, હેમરજભાઈ,વિશાલભાઈ અને ચેતનભાઈ તેમજ સ્ટાફની તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]