લાઠી તાલુકા ના RBSK ટીમ ની સાફલ્ય ગાથા કું આરતીબેન ની જટિલ સર્જરી - At This Time

લાઠી તાલુકા ના RBSK ટીમ ની સાફલ્ય ગાથા કું આરતીબેન ની જટિલ સર્જરી


લાઠી તાલુકા ના RBSK ટીમ ની સાફલ્ય ગાથા કું આરતીબેન ની જટિલ સર્જરી કરાય
લાઠી તાલુકા ના RBSK ટિમ ની સાફલ્ય કું આરતીબેન હકાભાઈ પરમાર ઉવ ૧૬ ને જન્મ થી તાળવુ ફાટેલું હતું પરંતુ અન્ય કરણોસર આરતીબેન ના તાળવા નું ઓપરેશન આજદિન સુધી થયેલ નહિ જિલ્લા આરોગ્ય અધિકારી ડો આર એમ જોશી RCHO ડો અલ્પેશ સાલ્વી THO લાઠી ડો આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ RBSH ટિમ સભ્ય ડો પારૂલબેન દંગી ડો હસમુખ સોલંકી રીતુ મકવાણા FHW અસ્મિતાબેન FHW પાર્વતીબેન આશા વર્કર બહેનો ના સહયોગ થી આરતીબેન ના તાળવા નું સફળ ઓપરેશન અમદાવાદ ખાતે જયદીપ હોસ્પિટલ કરવામાં આવેલ જેના માટે આરતીબેન ના પરિવારજનો સાથે સતત સંકલન માં રહેતા ડો પારૂલબેન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો કું આરતીબેન પ્રત્યે ડો પારૂલબેન દંગી દ્વારા માનવીય સંવેદના દર્શાવી અતિ જટિલ ક્ષતિ ધરાવતી દીકરી માટે આત્મીયતા ભર્યો સહકાર આપતા ડોકટર પારૂલબેન દંગી તરફ થી ખૂબ ચીવટ અને ખત પૂર્વક દર્દી કું આરતીબેન ની તપાસ થી લઈ ઓપરેશન સુધી ની દરકાર લેવાય હતી દર્દી નારાયણો માટે ડો ઈશ્વર સમાંતર ગણાય છે ત્યારે ભગવાન ધન્વંતરિ ના કૃપાપાત્ર ડો દંગી સહિત સમગ્ર અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ ના સેવા સંકલન થી જન્મ થી ગંભીર ક્ષતિ ધરાવતી કું આરતીબેન ને કુદરતી ક્ષતિ દૂર કરતી સફળ સર્જરી કરી ઉત્તમ ઉદરણ પૂરું પાડતી અમરેલી જિલ્લા ની આરોગ્ય ટીમે સુંદર કાર્ય બદલ સર્વત્ર આભાર ની લાગણી વ્યાપી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.