સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તારીખ 29 એપ્રિલ થી 5 મે દરમિયાન મહત્તમ તાપમાન 40°C થી 42°C ની રેન્જ માં વધ ઘટ થયા રાખશે, જેમાં આગાહી ના પાછળ દિવસો માં ઉપલી રેન્જ તરફ રહેવાની શક્યતા - At This Time

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તારીખ 29 એપ્રિલ થી 5 મે દરમિયાન મહત્તમ તાપમાન 40°C થી 42°C ની રેન્જ માં વધ ઘટ થયા રાખશે, જેમાં આગાહી ના પાછળ દિવસો માં ઉપલી રેન્જ તરફ રહેવાની શક્યતા


સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 29 એપ્રિલ થી 5 મે 2024
પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની સ્પીડ નોર્મલ થી વધુ જોવા મળશે જે 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. ઝાટકા ના પવનો 25 થી 35 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાશે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન માં વધ ઘટ થયા રાખશે તેમ છતાં રેન્જ 40°C to 42°C ની રહેશે. આગાહી સમય ના પાછળ દિવસો માં મહત્તમ તાપમાન ઉપલી રેન્જ તરફ રહેવાની શક્યતા છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.