હરિપ્રકાશદાસજીએ સમજાવ્યું કે સંપત્તિ કરતા સત્કર્મ કેમ મોટું? કોઈનો ભરોશ કરો તો પૂરો કરવો - At This Time

હરિપ્રકાશદાસજીએ સમજાવ્યું કે સંપત્તિ કરતા સત્કર્મ કેમ મોટું? કોઈનો ભરોશ કરો તો પૂરો કરવો


દુબઈની ધરતી પર સાળંગપુરવાળા હરિપ્રકાશદાસજી સ્વામીની શ્રીહનુમાન ચરિત્ર કથાનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ હતો. હરિપ્રકાશદાસજી સ્વામીએ સત્કર્મ, સંપત્તિ અને ભરોશાની વાત કરી હતી. ભરોશો કરો તો પૂરો હોવો જોઈએ તેમા પોલ ન ચાલે. પછુ હનુમાન તમારું કામ કરે જ હરિપ્રકાશદાસજી સ્વામીએ કથાની શરૂઆતમાં કહ્યું કે મનુષ્ય જન્મ તો દરેકને મળે છે પરંતુ તેમા ભાગ્યશાળી કોન છે? એ છે જે મના આવા સાધુ મળે છે. માણસ શરીરમાં બેઠેલી આત્મા જે બોલતી હોય, જે જુએ છે, જે ખાય છે, જે સાંભળે છે, જે ચાલે છે, જે આત્માનો શુક્રીત ઉદય થાય છે ત્યારે આપણને એક મનુષ્ય જન્મ મળે છે. તુલસીદાસ લખે છે કે बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सद् ग्रन्थन्हि गावा, જન્મ તો ઘણા લોકોને મળે છે. પરંતુ તેમા ભાગ્યવાન કોણ છે. જેમને આવા સાધુ મળે છે. જેમને ભગવાન અને ભક્તનો યોગ મળે છે તે ભાગ્યવાન છે. ભગવાનની કૃપા વગર સાધુ ક્યારેય મળતા નથી દુનિયા પૈસા કમાઈ છે અને અહીં ખર્ચે છે. તમે આ ઘરતી પર આવીને પુષ્ય કમાવ છો. જીવનનો મર્મ છે જીવનની જે સફળતા છે એ માત્ર દોડા કરવામાં કે સંપત્તિ કમાઈને મોટું નામ કરવામાં નથી. ઈશ્વરનું નામ લેવામાં મોટાઈ છે. નામ મોટું કરવામાં નથી. લોકો સંપત્તિની તો બહુ કમાય છે પરંતુ ઉપયોગ નથી કરી શકતા. આખી જિંદગી મજૂરી કરીને મરી જાય, વિશ્વની કંઈ ખબર ન હોય. ગામમાં જેને બસમાં બેસવાની ખબર ન પડે તેઓ પ્લેનમાં બેસી દુબઈ આવે. કોઈ દિવસ જિલ્લો ક્રોસ ન કર્યો હોય તે દેશ ક્રોસ કરી જાય, આતો મારો હનુમાન આગળ છે એટલે કંઈ ન થયું અને બધુ પાર પડ્યું. જ્યાં હનુમાન આગળ હોય ત્યાં કંઈ ચિંતા ન હોય ઘણા લોકો મે બધુ કર્યું તેવું બહુ કહેતા ફરતા હોય છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું કે અર્જૂન વ્યક્તિ ખાધા પછી તેને પચાવવાની હેસિયત નથી ધરાવતો તેને પચાવવાનું કામ હું કરું છું. તે વાવી શકે છે પરંતુ ઉગાડવાનું કામ હું કરું છું. તે સંભાળી શકે છે પરંતુ તેમા દાણા બનાવવાનું કામ મારું છે. આપણે તો માત્ર નિમિત છીએ. આપણે જે સાળંગપુર જે જોઈ રહ્યા છીએ તે લીટી હનુમાન તાણી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે માત્ર નિમિત છીએ. જે બાળક તમારી ઘરે આવ્યું છે તે તો એમનું છે તમે માત્ર નિમિત બન્યા છો મારું જીવન કેવું હોવું જોઈએ? જીવન બધા પાસે એક સમાન છે. પરંતુ જ્યારે પાણી આકાશમાંથી પડે છે ત્યારે તેને વરસાદ કહે છે. પરંતુ આકાશ તરફ ઉઠે છે તો તેને વરાળ કહે છે. જો જામીને પડે તો કરા કહેવાય છે. પડીને જામે તો બરફ કહેવાય છે. સાપના મોઢામાં જાય તો ઝેર, શેરડીના પાકમાં જાય તો અમૃત એજ પાણી ફૂલમાં જાય તો અત્તર બની જાય છે. એજ પાણી શરૂરમાંથી નિકળે તો પરસેવો બની જાય છે. એજ પાણી ઠાકોરના ચરણોમાંથી નિકળે તો ચરણામૃત બની જાય છે. ફૂલને ખબર નથી હોતી કે હું ખીલીશ તો ખરું પરંતુ હું કોઈની મઝારમાં જઈશ, મંદિરમાં જઈ, કોઈની સ્મશાનયાત્રામાં જઈશે. આ જીવન પણ એવું જ છે. જો તેને વહેતુ રાખો તો તેને હજારો લોકો ઉપયોગ કરશે અને બંધિયાર રાખશો તો ગંધાઈ જશે જેના જીવનમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભાવ અને પ્રેમ હોય તે સુખી હોય છે. દુખમાં સુખનો અહેસાસ કરજો, ફુલોની જેમ મસ્તક નિચા કરી જોજો મટી જશે જીવનની બધી ફરિયાદો એકવાર દિલથી કોઈને સાચો પ્રેમ કરી જોજો. ફરીયાદ બહુ કરીએ છીએ. જીવતા છીએ એટલ બધુ આવે છે. પરંતુ મરીએ તો સળગવાનો અહેસાસ પણ નથી થતો. જ્યાં સુધી જીવતા રહીએ છીએ ત્યા સુધી ઉચા નીચું રહેવાનું જો સીધું થઈ જાય તો ગુજરી જવાઈ. ભવાનને પણ મુશ્કેલી પડી હતી. પરંતુ એક હનુમાન હતા જેમને કોઈ મુશ્કેલી આવી ન હતી. જેના માથા પર હનુમાનનો હાથ હોય તેને બધા વંદન કરે છે પુણ્યનું કામ કરી લેવું તેમા કોઈનો ભાગ નહીં પડે. ભગવાને સંપત્તિ આપી તો પુણ્ય કમાઈ લેવું. દુનિયાની બેન્ક ગમે ત્યારે ઉઠી જાય, ભગવાનની એકમાત્ર એવી બેન્ક છે ક્યારેય ઉઠે નહીં. એકવાર જમા કરેલું ક્યારેય તમારું જાય નહીં. નરસિંહ મહેતાનું દરેક કામ કર્યું. સુવાના સાધનો ખરીદી શકાય પણ ઉંઘ ખરીદી ન શકાય તે ઉપરવાળો આપે પછી ઉંઘાય સુગ્રીવ તો ડરપોક હતો પરંતુ તેને હનુમાન ઉપર પૂરો ભરોશો હતો. ભગવાનના ભરોશામાં પોલ ન હોવી જોઈએ, ભરોશો પૂરો હોવો જોઈએ. તમે હનુમાન પર ભરોશો રાખજો, હનુમાન ચાલીસાના પાઠ કરજો, તમે ચિંતન કરજો હનુમાન તમારી ચિંતા જરૂર કરશે. મર્યા પછી બધાને લાકડામાંજ બળવાનું છે, રાખમાં ક્યારેય સુગંધ આવતી નથી. તેમા ગમે તેવું અત્તર છાટો તો પણ સુગંધ આવતું નથી. સત્કર્મ કરો તો તમારા શ્વાસે શ્વાસે સુગંધ આવ છે. હનુમાનની કરેલી સેવા નિષ્ફળ જતી નથી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.