મા.પુરૂષોત્તમ રૂપાલા વિવાદાસ્પદ નિવેદન ના પડઘા વાપી મામલતદાર અને વલસાડ કલેક્ટર શ્રી ની ઓફિકમાં આવેદન સ્વરૂપે પડ્યા. - At This Time

મા.પુરૂષોત્તમ રૂપાલા વિવાદાસ્પદ નિવેદન ના પડઘા વાપી મામલતદાર અને વલસાડ કલેક્ટર શ્રી ની ઓફિકમાં આવેદન સ્વરૂપે પડ્યા.


સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કરણી સેના ભારત ના અગ્રણીઓ અને હોદ્દેદારો દ્વારા વાપી મામલતદાર અને વલસાડ કલેક્ટર શ્રી ને આપવામાં આવ્યું આવેદનપત્ર,

મા.પુરૂષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિષેના નિવેદન અંગે કરણીસેના ભારત ગુજરાતની સમગ્ર ટીમે દુઃખ વ્યક્ત કર્યું હતું ,

તારીખ ૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ કરણીસેના ભારત ગુજરાતની ટીમે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી માનનીય શ્રી પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે સમગ્ર ક્ષત્રિય સમાજની દુભાયેલ લાગણી ના પડઘા વાપી મામલતદાર અને વલસાડ કલેક્ટર શ્રી ની ઓફિકમાં આવેદન સ્વરૂપે પડ્યા હતા અને ગુજરાતના મા મુખ્યમંત્રી શ્રીઓ સુંધી આ આવેદનપત્ર પહોચાડવા ની માંગ પણ કરી હતી,

તારીખ ૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ વાપી મામલતદાર અને વલસાડ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને મા.પુરૂષોત્તમ રૂપાલા જાહેરમાં માફી માંગવા આવેદનપત્ર માં માંગ કરવામાં આવી હતી, મા.પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ભવિષ્યમાં આવી વાત નું પુનરાવર્તન ન થાય તેવી માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી હતી,

આ આવેદનપત્ર આપવા કરણી સેના ભારતના
ગુજરાત રાજ્ય પ્રભારી,
પ્રદેશ પ્રવક્તા વરિષ્ઠ ઉપપ્રમુખ,
રાજ્યના સંચાલન મંત્રી,
દક્ષિણ ગુજરાત પ્રમુખ,
વલસાડ જીલ્લા પ્રમુખ,
ગુજરાત રાજ્ય મીડિયા ઇન્ચાર્જ,
વલસાડ જિલ્લા સિનિયર ઉપપ્રમુખ,
વલસાડ નગર મહામંત્રી ,
વલસાડ જીલ્લા મીડીયા ઈન્ચાર્જ,
કરણી સેના ભારત દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ સહિત સાથે વલસાડ જીલ્લા કરણી સેના ભારત ની સમગ્ર ટીમ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.