ધંધુકા અને ધોલેરા માં પ્રાંત ઓફિસરના વડ પણ હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ સપ્તાહની ઉજવણી કરાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kejhwlgwqrp5q9lz/" left="-10"]

ધંધુકા અને ધોલેરા માં પ્રાંત ઓફિસરના વડ પણ હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ સપ્તાહની ઉજવણી કરાઈ.


અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા માં પ્રાંત ઓફિસરના વડ પણ હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ સપ્તાહની ઉજવણી કરાઈ.

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ તારીખ 31મી ઓક્ટોબરની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ બાઈક રેલી માનવ સાંકળ અને રન ફોર યુનિટી કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા.

અમદાવાદ જિલ્લાના ધંધુકા પ્રાંત અધિકારીના વડ પણ હેઠળ ધંધુકા અને ધોલેરા તાલુકામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ના જન્મદિવસ 31મી ઓક્ટોબર અંતર્ગત તારીખ 25 થી 31 ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય એકતા દિવસ સપ્તાહની ઉજવણી સરકારી કચેરીઓમાં સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લાના ધંધુકા પ્રાંત ઓફિસર યોગેશ ઠક્કરના માર્ગદર્શન હેઠળ ધંધુકા મામલતદાર પી એમ ભટ્ટ તથા ધંધુકા તાલુકા વિકાસ અધિકારી હિંમતભાઈ ભૂવાત્રા તથા ધોલેરા મામલતદાર તથા ધોલેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા કક્ષાએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ તારીખ 31 ઓક્ટોબર અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ સપ્તાહની ઉજવણી સરકારી કચેરીઓના શાળા અધિકારીઓમાં કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરકારી કચેરીઓનો તમામ સ્ટાફ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો જોડાયા હતા.

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ તારીખ 31મી ઓક્ટોબર એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત ધંધુકા અને ધોલેરા તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું જેમાં માનવ સાકળથી એકતાનો સંદેશ આપ્યો હતો તેમ જ ધંધુકા ખાતે એકતા સંદેશના બેનરો સાથે બાઈક સવાર રેલીનું સુંદર આયોજન ધંધુકા મામલતદાર અને ધંધુકા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સરકારી કર્મચારીઓ સાથે ધંધુકાના નગરપતિ હર્ષદ ચાવડા સહિતના આગેવાનો જોડાયા હતા.

આ કાર્યક્રમ પ્રસંગે ધંધુકા અને ધોલેરા તાલુકા ના તમામ સરકારી અધિકારીઓ શાખા અધિકારીઓ કર્મચારીઓ એ રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લીધા હતા જેમાં આંતરિક સુરક્ષા સુનિશ્રતા કરવા યોગદાન આપવા સત્ય નિષ્ઠા સાથેના શપથ લીધા હતા આ પ્રસંગે તારીખ 31મી ઓક્ટોમ્બરે સવારમાં ધંધુકા એ પી એમ સી થી બિરલા ચાર રસ્તા સુધી રનફોર યુનિટી નું ધંધુકા મામલતદાર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]