વડોદરા ગ્રામ્ય એલસીબીએ કુલ રૂપિયા 58 લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kdfvx2lbsz3mypm3/" left="-10"]

વડોદરા ગ્રામ્ય એલસીબીએ કુલ રૂપિયા 58 લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

વડોદરા ગ્રામ્ય એલસીબીએ કરજણ પાસેથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

વડોદરા જિલ્લા એલસીબીના જવાનો કરજણના ભરથાણા ટોલનાકા ઉપર ફરજમાં હતા. તે સમય દરમિયાન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે એક શંકાસ્પદ આઇસર ટેમ્પો આવી પહોંચતા તેની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. જેમાં રૂપિયા 48,04,800 નો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો.

કુલ રૂપિયા 58,15,800 નો મુદ્દા માલ કબજે લેવાયો

કરજણ નજીક ભરથાણા ટોલનાકા પાસેથી એક આઇસર ટેમ્પો ભરૂચ થી વડોદરા તરફ જઈ રહ્યો હતો તે સમય દરમિયાન વડોદરા ગ્રામ્ય આરસીબીના જવાનો વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. તે સમય દરમિયાન એક શંકાસ્પદ આઇસર KA-52-B-0139 નંબરનો ટેમ્પો આવી પહોંચતા. તેને કોર્ડન કરી લેવાયો હતો અને ડ્રાઇવરનું નામ પૂછતા તેને લાલચંદ્ર લાલજી ડાંગી રહે, ડાંગીયો કા મોહલ્લા, ખેડલી, પોસ્ટ વાના, તા. વલ્લભનગર, જિલ્લો ઉદેપુર (રાજસ્થાન)નો જણાવ્યું હતું. આ ટેમ્પાની ઝીણવટભરી રીતે તલાસી લેતા, તેમાં ઈલેક્ટ્રીકનો સામાન ભરેલો હતો અને તેની બિલ્ટી માગવામા આવી હતી. પરંતુ ડ્રાઇવરની વર્તણૂંક ઉપર શંકા ગઈ હતી. આ સામાન હટાવી ટેમ્પાની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટરીયાની પેટી નંગ 1001 જેમાં કુલ બોટલ નંગ 48,048 મળી આવી હતી. આ મુદ્દામાલ જેની કિંમત રૂપિયા 48,04,800 તથા મોબાઈલ નંબર 2 જેની કિંમત રૂપિયા11,000 તથા એક આઇસર ગાડી જેની કિંમત રૂપિયા 10,00,000 આમ કુલ મળી રૂપિયા 58,15,800 નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો

ઝડપાયેલ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી

કરજણ ભરથાણા હાઇવે ઉપરથી મોટી માત્રામાં ભરતી બનાવટના વિદેશી દારૂનો જથ્થો જે ગોવા તથા મહારાષ્ટ્રની બોર્ડર પાસેથી ભરેલ હતો અને તે વડોદરા તરફ લઈ જવાતો હતો. કરજણ ટોલનાકા પાસે જ ઝડપી પાડ્યો હતો અને ઝડપાયેલ ડ્રાઇવર સામે પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આમ, વડોદરા જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી હતી. જેને કારણે સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા ઈસમોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]