ડભોઇ તાલુકાના કોઠારા ગામની એક વર્ષથી લાપતા યુવતીને શોધી કાઢતી ડભોઇ પોલીસ – દિકરી મળી આવતાં પરિવારજનો ભાવવિભોર - At This Time

ડભોઇ તાલુકાના કોઠારા ગામની એક વર્ષથી લાપતા યુવતીને શોધી કાઢતી ડભોઇ પોલીસ – દિકરી મળી આવતાં પરિવારજનો ભાવવિભોર


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઇ તાલુકાનાં બહેરામપુરા ગામે રહેતા એક પરિવારની ૧૯ વર્ષીય યુવતી આજથી અંદાજે દસ માસ પહેલા લાપતા થઈ હતી. આ યુવતી ૨૦/૦૪/૨૨ ના રોજ ઘરમાં કોઈને પણ કશું કહ્યા વગર ચાલી ગઈ હતી અને લાપતા થઈ ગઈ હતી. આ બનાવ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ તે સમયે કોઈ પત્તો લાગ્યો ન હતો.
હાલમાં ડભોઇ રેંજના આઈ.જી. સંદીપ સિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ ગુમ થયેલ કિશોરો, યુવાન અને યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી. ઉપરી અધિકારીઓની સૂચના અને આદેશ અનુસાર ડભોઇ વિભાગના ડીવાયએસપી એ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ ડભોઇના પી.આઇ. એસ.જે.વાઘેલાએ ડભોઇ પોલીસના જવાનોને સૂચના આપી હતી. જેના આધારે ડભોઇ ડી સ્ટાફનાં પોલીસના જવાનોની ટીમ બનાવી ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખાસ ડ્રાઈવ ચલાવી રહ્યા હતા. જેમાં પોલીસ તંત્રને હ્મુમન ઈન્ટલીજન્સી દ્વારા જાણવા મળ્યું હતું કે, આ ગુમ થનાર યુવતી સાથે હાલ કચ્છનાં ભુજ જિલ્લાના અંજાર તાલુકાના રાધનપુર ગામે રહે છે અને તેઓ આજરોજ વાઘોડિયા તાલુકાના અલવા ગામે તેમના સંબંધિતના ઘરે આવનાછેે. જે ચોક્કસ માહિતીના આધારે પોલીસના જવાનોએ અલગ અલગ ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજનસી તેમજ ટેકનિકલ સપોર્ટની મદદથી વાઘોડિયા તાલુકાના અલવા ગામેથી સદર હું યુવતીને લઈ આવેલ. આમ, ડભોઇ પોલીસના જવાનોને આ ગુમ થયેલ યુવતીને શોધી કાઢવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.
આ યુવતી મળી આવતા ડભોઇ પોલીસે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી અને કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી તેના પરિવારજનોને સોંપી હતી. હાલ તો આ યુવતી લાપતા થવાના સાચાં કારણો જાણવા મળ્યા નથી. પરંતુ આ યુવતી મળી આવતા તેના પરિવારજનો ભાવવિભોર થઈ ગયાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon