કર્ણાટકમાં સાવરકર અને ટીપુ સુલ્તાનના પોસ્ટર મુદ્દે તંગદિલી : બે યુવક પર હુમલો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/karnataka-ruckus-in-shivamogga-over-poster-of-savarkar-section-144-of-the-crpc-imposed/" left="-10"]

કર્ણાટકમાં સાવરકર અને ટીપુ સુલ્તાનના પોસ્ટર મુદ્દે તંગદિલી : બે યુવક પર હુમલો


શિવમોગા, તા.૧૬કર્ણાટકના શિવમોગામાં આમિર અહેમદ સર્કલમાં સ્વતંત્રતા સેનાની વીર વિનાયક દામોદર સાવરકર અને મૈસૂરના શાસક રહેલા ટીપુ સુલ્તાનના પોસ્ટર લગાવવા અંગે થયેલા વિવાદમાં સોમવારે પ્રેમસિંહ અને પ્રવીણ નામના બે હિન્દુ યુવકો પર ચાકુથી હુમલો કરાયો હતો. આ અથડામણ પછી પોલીસે હુમલો કરનારા ચાર લોકોની ધરપકડ કરી હતી. વધુમાં કલેક્ટરે શિવમોગા અને ભદ્રાવતી ટાઉનમાં ૧૮મી ઑગસ્ટ સુધી કલમ ૧૪૪ લાગુ કરી હતી તેમજ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દીધી હતી. શિવમોગામાં બે હિન્દુ યુવાનો પર હુમલા પછી સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા હતા. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, આવી ઘટના થવી જોઈતી નહોતી. મેં શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરનારા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ વિસ્તારમાં વધારાની પોલીસ ટૂકડી તૈનાત કરી દેવાઈ છે. વધુમાં શિવમોગા શહેરમાં ૧૮મી ઑગસ્ટ સુધી કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. રમખાણો પછી ૧૦ લોકોની અટકાયત કરાઈ હતી.હકીકતમાં ૭૬મા સ્વતંત્રતા દિવસ સમારંભ દરમિયાન એક જૂથે આમિર અહેમદ સર્કલ પર હાઈ માસ્ટ લાઈટ પોલ પર સાવરકરનું પોસ્ટર લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આથી આ ક્ષેત્રમાં તણાવપૂર્ણ સ્થિતિ પેદા થઈ હતી. થોડીક જ વારમાં મોટી સંખ્યામાં બંને પક્ષના લોકો એકત્ર થઈ ગયા હતા. સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની જરૃર પડી હતી. પાછળથી અધિકારીઓએ તે સ્થળ પર રાષ્ટ્રધ્વજ લગાવી દીધો હતો.દરમિયાન બે યુવાનો પર હુમલો કરનારા કેટલાક આરોપીઓની પોલીસે ઓળખ કરી હતી અને મંગળવારે તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની એક ટીમ હુમલાના એક આરોપી મોહમ્મદ જબી ઉર્ફે ચર્બીને પકડવા ગઈ ત્યારે તેણે પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસે બચાવમાં ગોળીબાર કરતાં મોહમ્મદ જબીને પગમાં ગોળી વાગી હતી. પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. આ સિવાય પોલીસે અન્ય ત્રણ આરોપીઓ નદીમ, તનવીર અને અબ્દુલ રહેમાનની ધરપકડ કરી હતી અને તેમના વિરુદ્ધ કલમ ૩૦૭ હેઠળ કેસ નોંધ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]