ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં એસ.બી.આઇ બેન્કએ તાળા બેંકો શોભાના ગાંઠિયા બેન્કનાં કર્મચારી ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત આમ-જનતા પરેશાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k1hgzs2dj7chsp6y/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં એસ.બી.આઇ બેન્કએ તાળા બેંકો શોભાના ગાંઠિયા બેન્કનાં કર્મચારી ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત આમ-જનતા પરેશાન


તા:25 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં એસ.બી.આઇ બેન્કનાં કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોતરાતા બેંકના અનેક ગ્રાહકો પરેશાન થતાં જોવાં મળ્યાં હતાં જેમાં તારીખ 25નાં રોજ એસ.બી.આઈ બેન્કનાં દરવાજા ઉપર નોટિસ બોર્ડ પણ લગાવ્યું હતું કે દરેક કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં હોવાથી બેંકનાં તમામ કામકાજો બંધ જોવાં મળ્યાં હતાં ત્યારે આમ જનતા બેંકનાં ગ્રાહકો વારંવાર પૂછપરછ માટે બેંકોએ ધક્કા ખાઈને ઘરે પરત ફરતાં જોવાં મળ્યાં હતાં જ્યારે ચૂંટણી પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બેફામ ચુંટણી પાછળ ખર્ચ કરીને કર્મચારીઓને આવી કામગીરીમાં લગાડી દેવામાં આવે છે અને આમ જનતાનાં અનેક વહીવટી કામો લાખો રૂપિયાનાં અટકી પડ્યા હતાં

જેમાં આજે ગીર ગઢડા તાલુકાની હરમડિયા ઞામની બેન્કની તમામ કામગીરી ઠબ જોવાં મળી હતી દરેક કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા હતાં સરકાર અને ચૂંટણીપંચના આદેશ મુજબ કામગીરી સોંપી દેવામાં આવતાં આજે મહિનાની આખર તારીખ હોય અનેક નાના લોકોએ લીધેલ લોનોમાં હપ્તા ભરવાનાં થતાં હોય ત્યારે બેન્કો બંધ રહેવાથી બેંક એકાઉન્ટમાં પુરતું બેલેન્સનાં હોવાનાં કારણે ઘણાં લોકોનાં ચેક બાઉનસ થવાથી વધારાની પેલનટી સાથે રકમ ભરવાનાં વારા આવશે એવી રાવ પણ કરવામાં આવી હતી અને સિબયુલમાં નામ આવી જવાથી ભવિષ્યમાં બેન્ક કે ફાઈનસ કંપની લોન પણ આપતી નથી ત્યારે આ તમામ બેન્ક ગ્રાહકોને ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડશે એવું પણ લોકોમાંથી જાણવાં મળ્યું હતું

ત્યારબાદ દર વખતે આવીને આવી કામગીરી વારંવાર ચૂંટણી પંચ અને સરકાર તરફથી ચોંપી દેવામાં આવે છે ત્યારે આમ જનતા જ વધું પરેશાન થતી હોય છે એવો પણ આક્રોશ જોવા મળ્યો હતો જેમાં સ્કૂલનાં શિક્ષકો આંગણવાડી કર્મચારીઓ બેંકનાં કર્મચારીઓ એલ.આઇ.સીનાં કર્મચારીઓનાં ઓડરો કરી દેતાં સ્કૂલનાં બાળકો અને આંગણવાડીનાં બાળકો રામ-ભરોસે જોવાં મળશે એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું અને સરકારની કામગીરી અને ચૂંટણી પંચની કામગીરીને લોકોએ નિષ્ફળતા ગણાવી હતી એવો પણ આક્રોશ જોવાં મળ્યો હતો

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]