વિધાનસભાની ચૂંટણીના બન્ને તબક્કાના મતદાન માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સુસજ્જઃ પી. ભારતી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nrthjq73tles1qf9/" left="-10"]

વિધાનસભાની ચૂંટણીના બન્ને તબક્કાના મતદાન માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સુસજ્જઃ પી. ભારતી.


વિધાનસભાની ચૂંટણીના બન્ને તબક્કાના મતદાન માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સુસજ્જઃ પી. ભારતી.
વિધાનસભાની ચૂંટણીઓ માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જઃ છે. ૧૯ જિલ્લાઓની ૮૯ બેઠકો માટે તા. ૧લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે અને ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે તા.૫મી ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, બન્ને તબક્કાના મતદાન માટે મતદાન મચકો અને મતદાન સ્ટાફનું જરૂરી તમામ આયોજન થઈ ગયું છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના ઇવીએમ અને વીવીપેટ પણ તૈયાર થઈ ગયા છે. તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં તા.૦૧ ડિસેમ્બર અને તા.૦૫ ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાઓમાં થનાર મતદાન માટે કુલ ૨,૩૯,૭૬,૬૭૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં ૧,૨૪,૩૩,૩૬૨ પુરૂષ, ૧,૧૫,૪૨,૮૧૧ મહિલા તથા ૪૯૭ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં ૧૪ જિલ્લાઓમાં યોજાનાર મતદાન માટે કુલ ૨,૫૧,૫૮,૭૩૦ મતદારો મત આપી શકશે. જેમાં ૧,૨૯,૨૬,૫૦૧ પુરૂષ, ૧,૨૨,૩૧,૩૩૫ મહિલા અને ૮૯૪ ત્રીજ જાતિના મતદારોનો સમાવેશ થાય છે. એમ બંને તબક્કામાં થઈ ૨,૫૩,૫૯,૮૬૩ પુરૂષ, ૨,૩૭,૭૪,૧૪૬ મહિલા અને ૧,૩૯૧ ત્રીજી જાતિના મળી કુલ ૪,૯૧,૩૫,૪૦૦ મતદારો નોંધાયેલા છે.
રાજ્યમાં સર્વિસ વોટરની કુલ સંખ્યા ૨૭,૮૭૭ છે. પ્રથમ તબક્કામાં ૯,૩૭૧ પુરૂષ અને ૨૩૫ મહિલા મતદારો મળી ૯,૬૦૬ સેવા મતદારો જ્યારે બીજા તબક્કામાં ૧૭,૬૦૭ પુરૂષ અને ૯૬૪ મહિલા મતદારો મળી ૧૮,૨૭૧ સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨માં વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા ૮૨૩ ભારતીય મતદારો નોંધાયા છે. પ્રથમ તબક્કામાં ૧૨૫ પુરૂષ અને ૩૮ મહિલાઓ મળી ૧૬૩ મતદારો તથા બીજા તબક્કામાં ૫૦૫ પુરૂષ અને ૧૫૫ મહિલાઓ મળી ૬૬૦ વિદેશમાં વસતા ભારતીય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
બે તબક્કામાં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ૭૧૮ પુરૂષ અને ૩૦ મહિલા મળી કુલ ૭૮૮ જ્યારે બીજા તબક્કામાં ૭૬૪ પુરૂષ અને ૬૯ મહિલા મળી કુલ ૮૩૩ હરિફ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર ૧,૪૮૨ પુરૂષ અને ૧૩૯ મહિલા મળી વિવિધ રાજકીય પક્ષ- અપક્ષના કુલ ૧,૯૨૧ હરિફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠકો માટે
૬,૨૧૫ શહેરી મતદાન મથક સ્થળો પૈકી પ્રથમ તબક્કામાં ૩,૩૩૧ મતદાન મથક સ્થળો પર ૯,૦૧૪ મતદાન મથકો આવેલા છે. જ્યારે ૧૧,૦૭૧ ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર ૬,૪૧૬ મતદાન મથકો આવેલા છે. બીજા તબક્કામાં ૨,૯૦૪ શહેરી મતદાન મચક સ્થળો પર ૮,૫૩૩ મતદાન મથકો આવેલા છે. જ્યારે ૧૨,૦૭૧ ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર ૧૭,૮૭૬ મતદાન મથકો આવેલા છે. આમ રાજ્યભરમાં ૨૯,૩૫૭ મતદાન મથક સ્થળો પર કુલ ૫૧,૮૩૯ મતદાન મથક આવેલા છે.
રાજ્યના તમામ મતદાન મથકો પર મળી કુલ ૩૦,૭૬૩ બેલેટ યુનિટ, ૩૦,૭૧૩ કંટ્રોલ યુનિટ તથા ૭૯,૧૮૩ વીવીપેટનો ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૩૪,૩૨૪ બેલેટ યુનિટ, ૩૪,૩૨૪ કંટ્રોલ યુનિટ તથા ૩૮,૭૪૯ વીવીપેટ જ્યારે બીજા તબક્કામાં ૩૬,૪૩૯ બેલેટ યુનિટ, ૩૬,૪૩૯ કંટ્રોલ યુનિટ તથા ૪૦,૪૩૪ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે કુલ ૨,૨૦,૨૮૮ તાલીમબદ્ધ અધિકારી- કર્મચારીઓ ફરજ બજાવશે. પ્રથમ તબક્કામાં ૨૭,૯૭૮ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને ૭૮,૯૮૫ પોલીંગ ઑફિસર્સ જ્યારે બીજા તબક્કામાં ૨૯,૦૬૨ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને ૮૪,૨૬૩ પોલીગ ઑફિસર્સ ફરજ બજાવશે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]