ચોરીનાં મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jwewuxbgu4jezed3/" left="-10"]

ચોરીનાં મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન વરલ ગામના બી.પી.એલ.વિસ્તારમાં બે ઇસમો શંકાસ્પદ કાળા કલરનું લાલ પટ્ટાવાળુ હિરો હોન્ડા કંપનીનુ સી.ડી. ડીલકસ મો.સા. લઇને ઉભા હોવાની માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે મળી આવેલ. જે મોટર સાયકલ અંગે ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતાં માલિક અન્ય હોવાનું જણાય આવેલ. જેથી આ શંકાસ્પદ મોટર સાયકલ અંગે તેઓની પુછપરછ કરતાં બે દિવસ પહેલાં ટાણા ગામે ગણેશ એગ્રો સામેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ.જે અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

*પકડાયેલ ઇસમોઃ-*
1. અલ્પેશભાઇ ઉર્ફે હફો સવજીભાઇ ડાભી ઉ.વ.૩૭ ધંધો-મજુરી રહે.મુળ-થોરળી,તા.શિહોર જી.ભાવનગર હાલ-વરલ સેલ વાડી વિસ્તાર તા.શિહોર જી.ભાવનગર
2. મયુરભાઇ ઉર્ફે મહેશ ઘેલાભાઇ મકવાણા ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે.વરલ તા.શિહોર જી.ભાવનગર
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-* કાળા કલરનું હિરો હોન્ડા સી.ડી.ડીલકસ મો.સા. રજી.નંબર-GJ-07-AS-0847 કિ.રૂ.૧૦,૦૦૦/-
*શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-* ભાવનગર, શિહોર પો.સ્ટે.ગુ.ર.નં.૦૧૭૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, પીનાકભાઇ બારૈયાવગેરે જોડાયા હતાં રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]