ભાવનગર, વરતેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ci3x35isww8x4sep/" left="-10"]

ભાવનગર, વરતેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો નાસતાં-ફરતાં આરોપીની તપાસમાં મધ્યપ્રદેશ ખાતે ગયેલ. દરમ્યાન ભાવનગર,વરતેજ પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.૦૦૧૦/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬બી, ૮૧,૯૮(૨) મુજબનાં ગુન્હાનાં નાસતાં ફરતાં આરોપી રાવજી રહે.મધ્યપ્રદેશ મો.નં.૭૯૯૯૪૦૬૮૨૭ વાળાની ખાનગી રાહે તપાસ કરતાં નીચે મુજબનાં આરોપી સંદા તા. આજાદનગર, જી.અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતેથી હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની તપાસ થવા માટે ભાવનગર,વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
*આરોપીઃ-*
જીતેન કસના ડામોર ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.ચોકીદાર ફળીયું, સંદા,તા.આઝાદનગર, જી.અલીરાજપુર એમ.પી.
*આરોપીને પકડવાનાં બાકી ગુન્હોઃ-*
ભાવનગર,વરતેજ પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.૦૦૧૦/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬બી, ૮૧,૯૮(૨) મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં હિરેનભાઇ સોલંકી, નિતીનભાઇ ખટાણા,બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા, ડ્રાયવર પરેશભાઇ પટેલ વગેરે વગેરે જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]