ભાવનગરમાં કારકિર્દી બનાવવા માંગતા બોટાદ જિલ્લાના યુવાનો માટે રોજગારી માટે સોનેરી તક - At This Time

ભાવનગરમાં કારકિર્દી બનાવવા માંગતા બોટાદ જિલ્લાના યુવાનો માટે રોજગારી માટે સોનેરી તક


એઇમ લીમીટેડ-ભાવનગર ખાતેના એકમ માટે આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજરની જગ્યા માટે ૭ ઓક્ટોબરના રોજ ભરતી મેળો

જિલ્લા રોજગાર વિનિમય કચેરી- બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એઇમ લીમીટેડ-ભાવનગર ખાતેના એકમ માટે આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર બ્રાંચ મેનેજરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે ભરતી મેળો યોજાશે.
અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા. ૭ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.