સાયલા ના આર.બી.એસ.કે. ટીમ ની પ્રશંસનીય કામગીરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/i4pmzmrfimmtzdit/" left="-10"]

સાયલા ના આર.બી.એસ.કે. ટીમ ની પ્રશંસનીય કામગીરી


સાયલા ના આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર ડો.જયંતિભાઈ દુમાદિયા અને ડો.સોનલબા પરમાર ના માર્ગદર્શન ના લીધે એક બાળક સાંભળતું થયું.
સાયલા તાલુકા ના સેખડોદ ગામના જન્મજાત બહેરાશ સાથે જન્મેલ બાળક નું સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે કોકલિયર ઇમ્પ્લાન્ટ ની સર્જરી કરી બાળક સાંભળતું કરવામાં આવ્યું અને પરિવાર માં ખુશી નો માહોલ ઉભો થયો
સામાન્યત્વે આ ઓપરેશન ખર્ચ ૬ લાખ રૂપિયા આસપાસ થાય છે ટીમ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી ફ્રી માં કરાયું
આર.બી.એસ.કે. અંતર્ગત જન્મજાત ખામી જેવી કે જન્મજાત હૃદયરોગ , જન્મજાત બહેરાશ , જન્મજાત તાળવું/ હોઠ કપાયેલ , જન્મજાત મોતિયો , રેટીનોપેથી ઓફ પ્રીમેચ્યુરિટી ડાઉન સિન્દ્રોમ , ન્યુરલ ટ્યુબ ડીફેક્ટ ની સારવાર ફ્રી માં કરવામાં આવે છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]