સાયલા ખાતે અગાખાન ગ્રામ સમર્થન તથા એચ.ડી.એફ.સી બેન્ક સયુંકત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી માટે શિબિર યોજાઈ. - At This Time

સાયલા ખાતે અગાખાન ગ્રામ સમર્થન તથા એચ.ડી.એફ.સી બેન્ક સયુંકત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી માટે શિબિર યોજાઈ.


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ખાતે આગાખાન ગ્રામ સમર્થ કાર્યક્રમ (ભારત) તથા એચ.ડી.એફ.સી.બેન્ક ના સંયુક્ત ઉપક્રમે આત્માપ્રોજેક્ટ સુરેન્દ્રનગર ના તાંત્રિક સહયોગથી અંદાજે તાલુકાના 200 થી પણ વધારે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિશે કાર્ય શિબિર યોજાવામાં આવી. જેમાં આગાખાન સંસ્થાના એરિયા મેનેજર શ્રીમતી સુનિતાબેન પ્રોજેક્ટ ટીમ લીડર કાંતિભાઈ મકવાણા એચ.ડી.એફ.સી બેન્ક મેનેજર શ્રીવાઘેલા સાહેબ વગેરે દ્વારા પ્રાસંગીક પ્રવચન આપ્યું તથા કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ એ.પટેલ સાહેબ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશેઆગવી શૈલીમાં છદ્રષ્ટાંત સહીત પ્રાકૃતિક કૃષિ સંબંધી વિસ્તૃત જાણકારી ખેડૂતોને આપવામાં આવી તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો આ તાલીમમાં આત્માપ્રોજેક્ટ સાયલા ના એ.ટી.એમ.શ્રીજગદીશભાઈ અને જયંતીભાઈ આગાખાન સંસ્થાના હેમાંગભાઈ દવે અને પિયુષભાઈ તેમજ સંસ્થાના ટીમના સર્વે હાજરી આપી.

રિપોર્ટર, રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon