રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા ખેતરોમાં પાણી પાણી ભીમ અગિયારસનું મુહર્ત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/i2o2pije50fcd0n3/" left="-10"]

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા ખેતરોમાં પાણી પાણી ભીમ અગિયારસનું મુહર્ત


તા:10 રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી પાણી થઇ ગયા હતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હવે 15 જૂનથી ચોમાસું શરું થાય છે ત્યારે આજે અનેક ખેડૂતો વરસાદની રાહ જોઈને આકાશમાં મીટ માંડીને જોય રહ્યા છે જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં અનેક ખેડૂતો આકતરો કપાસ મગફળી જેવું વાવેતર કરી રહ્યા છે જેમાં ગોંડલ તાલુકાના વાસાવડ દેવળીયા દડવા જેવા અનેક ઞામડામાં વરસાદ પડતા આજે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને નદીનાં પાણી વહેતા થયા હતા જેથી આજે ગોંડલ તાલુકાના અનેક ગામડાંઓમાં ગરમીના બફારાથી છુટકારો મળ્યો હતો ભીમ અઞીયારેસ ખેડૂતોનો પવિત્ર દિવસ હોય છે

ત્યારબાદ આજે અચાનક વરસાદ પડતા ઠંડકનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે અનેક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ભીમ અગિયારસ એટલે ખેડૂતોનો પ્રાચીન પદ્ધતિ મુજબ પવિત્ર દિવસ હોય જ્યારે અનેક ખેડૂતો ભીમ અગિયારસના દિવસે વાવણીનું અનેક જગ્યાએ વાવેતર કરતા જોવા મળતા હોય ત્યારે આજે અનેક ખેડૂતો પણ ભીમ અગિયારેસમાં વરસાદની રાહ જોઈને મીટ માંડીને જોવા મળે છે જેમાં ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ભીમ અગિયારેમાં વરસાદનું મુહર્ત થઈ ગયું હોય એમ સંતોષ માણી અનેક ખેડૂતોમાં ખુશીનો માહોલ માણતાં જોવા મળે છે જેમાં આજથી 3 દિવસ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટો થતા પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે નદી-નાળાઓ પણ છલકાઈ ઞયા હતા અને વહેતા પાણી જોવા મળ્યા હતા

અમરેલી જિલ્લામાં પણ વરસાદની આશા રાખીને અનેક ખેડૂતો રાહ જોઈ રહ્યા છે આજે અષાઢી માહોલ અષાઢ મહિનામાં જોવા મળ્યો હતો અમરેલી જિલ્લાના સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે બરફના કરા પણ પડયા હતા અને શેત્રુંજી નદીમાં ઘોડાપૂર પણ આવ્યું હતું જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે વધુ સારો 103 ટકા વરસાદ થવાની આશા છે ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં વલસાડ નવસારી થી દમણ વિસ્તારમાં વરસાદ આવવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની પણ શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતમાંથી વરસાદી પવન ફૂંકાતા ભેજવાળા વાતાવરણને લિધે વરસાદ આવવાની શક્યતા છે આ ઉપરાંત ગાજવીજ સાથે કડાકા-ભડાકા સાથે વરસાદ પણ આવવાની શક્યતા છે અને વાવાઝોડાની અસર પણ જોવાં મળી શકે છે આ હવામાન વિભાગે આગાહી કરી છે

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]