આજના સમય મા પણ માનવતા સાથે ઈમાનદારી હજુ ક્યાંક ને ક્યાંક જીવે છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/evrx13hhbapdeeul/" left="-10"]

આજના સમય મા પણ માનવતા સાથે ઈમાનદારી હજુ ક્યાંક ને ક્યાંક જીવે છે.


આજના સમય મા પણ માનવતા સાથે ઈમાનદારી હજુ ક્યાંક ને ક્યાંક જીવે છે.

ઉપલેટા તાલુકાના લાઠ ગામ ના એક યુવાને માનવતા પ્રાપ્ત કરી આવા કળયુગમાં જાણતા અજાણતા ગુનાહ અને ભૂલો ડગલે ને પગલે થાય છે મનુષ્યો થી પરંતુ સ્વીકારવું કોઈ ને ગમતું નથી, જ્યારે આવું જોવા મળે ત્યારે આપણને એવું થાય કે કળયુગના યુગ માં ઈમાનદારી મરી પડી છે.

ત્યારે વાત કરીએ તો એક યુવાને ઈમાનદારી બતાવી કે ૧૦૦% એવું સત્ય નથી, હજુ પણ સ્વાભિમાની, ખુમાનદાર અને ઈમાનદાર વ્યક્તી છે આ દુનિયામાં જેનું ઉદાહરણ પૂરું પાડતો એક હાલમાં બનેલ બનાવ છે જેમાં વાત કરીએ તો તારીખ ૨૬ મે નાં રોજ ઉપલેટાના વડલી ચોક પાસે બપોરે અંદાજે ૧૧ વાગે રસ્તામાં પડેલ ગાડી અલ્ટ્રો ઉભેલ હતી, અને ત્યાંથી એક રીક્ષા પસાર થઈ જેના ચાલક દ્વારા ધ્યાન ચુક થઈ ગાડીનું હેંદલનું પકડ ગુમાવતા તેમનાથી તે અલ્ટ્રોમાં ટકરાવ કરી બેઠા, હવે આ બનાવની ત્યાં કોઈને ખ્યાલ ન હતું પરંતુ કારના માલિક પણ હાજર ન હતા, આવામાં દરેક વ્યક્તી એક વાર, આમતો દરેક વ્યક્તી પેલી કોશીસ તો હાલતી પકડવામાં જ કરે. મતલબ કે ત્યાંથી ભાગવાનું વિચારે જ્યારે કોઈ જોવે કે ના જોવે પણ મનમાં વસતો રામ દરેક સમય હાજર હોઈ છે તેવા વિચાર રાખતા રિક્ષા ચાલક વિમલભાઈ માધાભાઇ રાઠોડે વિચાર કરી અલ્ટ્રોકાર નાં માલિક ને શોધી ધોરાજી પ્રાથમિક શાળા નંબર 14નાં આચાર્યની ફરજ બજાવતા બાબરીયા મનવિર સાહેબને ગોતી અને બનેલ ઘટનાની તમામ માહિતી વિગતવાર આપી અને રીપેરીંગ ના ખર્ચા પેટે ૨૦,૦૦૦/ આપ્યા જ્યારે કાર ચાલક પણ એક શિક્ષીત અને ખુમારી ધરાવતા વ્યક્તિત્વ ધરાવતા હોઈ તેમણે પણ ખર્ચો કરાવ્યા બાદ ૨૦,૦૦૦/ માંથી ૧૩,૦૦૦/ ખર્ચો થયા બાદ તેમાંથી ૭,૦૦૦/ પરત કરવા એક શુભેચ્છા મુલાકાત લઈ અને મીઠી યાદો સાથે સબંધના મીઠાસ માં વધારો કરતા ખર્ચામાં થી વધેલરૂપિયા ૭,૦૦૦ પરત કરી પોત પોતાની અને તમામ ઈમાનદારી વ્યક્તીની હયાતી ની એક મિસાલ પૂરી પાડી હતી. પેલી કહેવત યાદ આવે છે ત્યારે રહેવાતું નથી કહેતા ' જેવું વાવો, તેવું લણો.' અને આ કહેવત અહીંયા સાર્થક કરતા અને વાચકમિત્રો સાથે તમામ જનતા માટે આ મૂલ્યવાન બનાવને એક પ્રસંગ રૂપી વર્ણન કરી એટ ધીસ ટાઈમ ન્યુઝના રિપોર્ટર અમૃત રાઠોડએ પ્રસારીત કરતા એમને પણ લાહવો મળ્યાનો અનુભવ કરી રહ્યા છી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]