ઉત્‍સાહનો માહોલ : સાતમ-આઠમના તહેવારો સંદર્ભે સૌરાષ્‍ટ્ર તરફ ગુજરાતમાંથી ઢગલાબંધ એકસ્‍ટ્રા બસો : ટ્રાવેલ્‍સના અધધધ ભાડા - At This Time

ઉત્‍સાહનો માહોલ : સાતમ-આઠમના તહેવારો સંદર્ભે સૌરાષ્‍ટ્ર તરફ ગુજરાતમાંથી ઢગલાબંધ એકસ્‍ટ્રા બસો : ટ્રાવેલ્‍સના અધધધ ભાડા


રાજકોટ,તા. ૧૬ : હજુ તો જન્‍માષ્‍ટમી તહેવાર આવ્‍યો નથી ત્‍યાં તો રાજ્‍યમાં જન્‍માષ્‍ટમીને લઇને સૌરાષ્‍ટ્ર તરફ મુસાફરોનો ઘસારો વધવા લાગ્‍યો.
જન્‍માષ્‍ટમી આવે એ પહેલા રાજકોટ, પોરબંદર,દ્વારકા, સોમનાથ, જામનગર અને જૂનાગઢ તરફ જવા મુસાફરોનો ઘસારો વધવા લાવ્‍યો છે. આથી, ટ્રાવેલ કંપનીઓએ બસોની સંખ્‍યામાં પણ વધારો કરી દીધો છે. એસટી નિગમે પણ એકસ્‍ટ્રા બસો દોડાવી છે.
સોમનાથ-દ્વારકા માટે મુસાફરોએ ૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે
વધુમાં રાજકોટ જવા માટે ૬૦૦ રૂપિયા ભાડુ, પોરબંદર માટે ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા ભાડુ, સોમનાથ અને દ્વારકા માટે મુસાફરોએ ૧૦૦૦થી ૧૨૦૦ રૂપિયા ચુકવવા પડશે.
જામનગર અને જૂનાગઢ જવા માટે ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા ભાડુ ચુકવવાનું રહેશે. એસટીની સૌરાષ્‍ટ્ર જતી તમામ બસો અત્‍યારથી હાઉસફુલ થઇ ગઇ છે.સોમનાથ અને જૂનાગઢ સહિતના ગામોમાં ૧ સીટ મેળવી પણ મુશ્‍કેલી થઇ ગઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.