રાજકોટમાં લોકડાઉન સમયે કારખાનુ બંધ હોવાથી પતિ ઝઘડો કરી માર મારતો, ‘તારી માતા પાસેથી 5 લાખ લઇ આવ’ તેવું કહેતો

રાજકોટમાં લોકડાઉન સમયે કારખાનુ બંધ હોવાથી પતિ ઝઘડો કરી માર મારતો, ‘તારી માતા પાસેથી 5 લાખ લઇ આવ’ તેવું કહેતો


રાજકોટના યુનિવર્સિટી રોડ પર વસંત માર્વેલ એપાર્ટમેન્ટમાં માતા-પિતાના ઘરે રહેતી સ્નેહાબેન કેયુરભાઇ મણવર નામની શિક્ષિકાએ સાસરીયા વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકાએ પતિ કેયુર, સસરા જમનભાઈ સવજીભાઈ મણવર અને સાસુ કંચનબેન વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપી તરછોડી દીધાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે ફરિયાદી સ્નેહાબેન કેયુરભાઇ મણવરે જણાવ્યું હતું કે, લોકડાઉન સમયે કારખાનુ બંધ હોવાથી પતિ ઝઘડો કરી માર મારતો, ‘તારી માતા પાસેથી 5 લાખ લઇ આવ’ તેવું કહેતો હતો. છેલ્લા છ માસથી પુત્ર સાથે મારા માતા-પિતા સાથે રહું છું અને શિક્ષક તરીકે નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »