રાજકોટમાં કામ પતાવી ઘરે આવેલા કેટરિંગના ધંધાર્થીથી દરવાજો ખુલો રહી ગયો ને સૂઇ ગયા, બે ચોરે અંદર ઘૂસી 7 મોબાઈલ ચોર્યા - At This Time

રાજકોટમાં કામ પતાવી ઘરે આવેલા કેટરિંગના ધંધાર્થીથી દરવાજો ખુલો રહી ગયો ને સૂઇ ગયા, બે ચોરે અંદર ઘૂસી 7 મોબાઈલ ચોર્યા


રાજકોટના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ નજીક આઈએફસી ગોડાઉન રોડ પર આવેલ અમોય ધારા સોસાયટીમાં આવેલી સિદ્ધિ ફાઈવ બિલ્ડિંગમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. કામ પતાવીને પરત ઘરે આવેલા કેટરિંગના ધંધાર્થીથી ભૂલથી ઘરનો દરવાજો ખુલો રહી ગયો હતો અને સૂઇ ગયા હતા. આથી બે તસ્કરે સવારના સમયે ઘરમાં ઘૂસી સૂતેલા લોકોના 7 જેટલા મોબાઇલ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, બે મોબાઈલના બિલ મળી આવતા પોલીસે બે મોબાઈલની ચોરીની ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મોબાઈલ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon