ધંધુકા ધોલેરા તાલુકા સહિત 9 તાલુકામાં 20 ટકા તલાટી કમ મંત્રીની ઘટ એક થી ત્રણ ગામોનો ચાર્જ સોપી કામ કરાવાય છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hrhzadqwprf6dsyz/" left="-10"]

ધંધુકા ધોલેરા તાલુકા સહિત 9 તાલુકામાં 20 ટકા તલાટી કમ મંત્રીની ઘટ એક થી ત્રણ ગામોનો ચાર્જ સોપી કામ કરાવાય છે.


અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા તાલુકા સહિત 9 તાલુકામાં 20 ટકા તલાટી કમ મંત્રીની ઘટ એક થી ત્રણ ગામોનો ચાર્જ સોપી કામ કરાવાય છે.
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ માટે દાખલા મેળવવા વારસાઈ આવક જાતિ સહિતના કામો માટે નાગરિકોને આટા ફેરા કરવા પડે છે.
અમદાવાદ જિલ્લાના 9 તાલુકાના 450 કરતા વધુ ગામડાઓમાં પૂરતો તલાટીનો સ્ટાફ નથી સરકારી મહેકમ મુજબ જગ્યા પૂરાતી નથી જિલ્લામાં 20 ટકા તલાટીઓ ની જગ્યા ખાલી હોવાનું બહાર આવ્યું છે એક તલાટી પાસે બે થી ત્રણ ગામના ચાર્જ આપી કામ લેવાય છે જેના કારણે ગ્રામ્ય નાગરિકોને વિવિધ દાખલાઓ લેવામાં અગવડ પડતી હોવાની રાવ ઉઠવા પામી છે.
ગુજરાત રાજ્યમાં તલાટીઓની અંદાજે 15 હજાર જગ્યાઓ ખાલી છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા ધોળકા બાવળા વિરમગામ દેત્રોજ માંડલ દસકોઈ સીટી સહિતના તાલુકાઓના 450 ગામોમાં 20 ટકા તલાટીઓની ઘટ છે તેવું જાણવા મળેલ છે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ વિવિધ દાખલાઓ આવક જાતિ આકારણી વારસાઈ વિકાસના કામો સહિતની કામ ગીરીમાં ગ્રામ્ય કક્ષાએ તલાટીને કામગીરી કરવાની થતી હોય છે ગામડાઓમાં પૂરતા તલાટી ન હોવાના કારણે નાગરિકોના કામ સમયસર થતા નથી એક બે ત્રણ ગામના ચાર તલાટીને સોંપવામાં આવ્યા છે જેના કારણે તલાટીઓ બધા ગામોને એકી સાથે ન્યાય આપી શકતા નથી ગામડાના નાગરિકોને કોઈપણ સરકારી કામ યોજનાઓનો લાભ લેવા માટે પ્રથમ તલાટી પાસે જવું પડતું હોય છે.
રાજ્ય સરકારના પ્રજાલક્ષી કલ્યાણકારી યોજના નો લાભ સેવાડાના ગરીબ માણસોને પહોંચાડવા માગણી હોય તો તલાટીની જગ્યાઓ ભરવાની જરૂર છે આ અંગે પ્રજાના ચૂંટાયેલા ધારાસભ્યો જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખો પદા ધિકારીઓ સભ્યો સરકારમાં ગામડાઓના નાગરિકોને પડતી હાડ મારી દૂર કરવા તલાટીઓની જગ્યા ભરવા રજૂઆત કરે તેવી અમદાવાદ જિલ્લાના તાલુકાના ગામડાઓના નાગરિકો એ માંગણી કરી છે ગામડાઓમાં રાજ્ય સરકાર દ્વારા તથા વિકાસના કામોથી નાગરિકો સંતુષ્ટ છે પણ પોતાના કામો તલાટી વગર નહીં થતાં પડતી મુશ્કેલીઓના કારણે નાગરિકો પરેશાન છે પ્રજાના પ્રતિનિધિઓ વિકાસની સાથે સાથે નાગરિકોને જે પડતી મુશ્કેલીનું પણ એટલું જ ધ્યાન આપે તેવી લોભ માં ગોઠવા પામી છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]