રાજુલા ના ઘુઘરીયાળી માતાજીના મંદિરે દ્વિતીય સમૂહ લગ્ન યોજાયા - At This Time

રાજુલા ના ઘુઘરીયાળી માતાજીના મંદિરે દ્વિતીય સમૂહ લગ્ન યોજાયા


રાજુલા નજીક આવેલા ઘુઘરીયાળી માતાજીના મંદિરે દ્વિતીય સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવેલો જેમાં આ પ્રસંગે રાજુલા શહેરના મહાનુભાવો સંતો મહંતો તેમજ અગ્રણીઓ વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપક પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની ખુલ્લો મુકવામાં આવે ત્યારબાદ આમંત્રિત મહેમાનોને સમાજ ના અગ્રણી વ્યક્તિ ઓ દ્વારા પુષ્પગુચ્છ તેમજ હાર પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલા
આ કાર્યક્રમમાં રાજેન્દ્ર દાસબાપુ. વિપુલ બાપુ .તેમજ રાજુલા નજીક આવેલા કુંભનાથ સુખનાથ મંદિરના મહંત શ્રી તેમજ અશ્વિન બાપુ દ્વારકાવાળા તેમજ મહંત શ્રી જયદેવદાસ બાપુ તેમજ બાર પટોળીથી ઊર્જામૈયા સહિતના સંતો એ આ કાર્યક્રમ માં વિશેષ હાજરી આપેલી
આ સિવાય આ સ્ટેજ પર હસુરભાઈ સાગરભાઇ સરવૈયા ડોક્ટર હિતેશભાઈ હરિયા મગનભાઈ હડિયા પ્રતાપભાઈ વાવેરા વાળા તેમજ મેહુલભાઈ પ્રજાપતિ સહિતના વિવિધ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપેલી
ત્યારે આ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા બદલ સમગ્ર રામાનંદી સમાજ તેમજ આમંત્રિત સાધુ સંતોએ અશોકભાઈ નિમાવતનું શાલ ઓઢાડી સ્વાગત કરેલું અને તેમને અભિનંદન પાઠવેલા
આ સમૂહ લગ્ન માં ભોજન નાં દાતા ભાવેશભાઈ આહીર તરફ થી રાખવામાં આવેલ ત્યારે ભાવેશભાઈ આહીર ને પણ સાધુ સંતો દ્વારા સન્માનિત કરવામાં આવેલ આ સમૂહ લગ્નમાં તમામ કન્યાઓને બ્યુટી પાર્લરમાં તૈયાર કરવા માટે રાજુલા શહેરનું પ્રખ્યાત જેની બ્યુટી પાર્લર વીણાબેન સોની તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવેલો ત્યારે તેમને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલ સમગ્ર સમૂહ લગ્નમાં ભોજન વ્યવસ્થામાં વડલી કૃષ્ણ યુવક મંડળના યુવાનો દ્વારા સેવા આપવામાં આવેલી સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ સ્નેહલબેન દ્વારા કરવામાં આવેલ આ સમૂહ લગ્નમાં જે કોઈ દાતાઓ તરફથી સહયોગ આપવામાં આવેલ તે તમામ હાજર રહેલા દાતાઓને સન્માનિત કરવામાં આવેલા સમગ્ર કાર્યક્રમ માં લગ્નવિધિના આચાર્ય તરીકે ભાવેશભાઈ શાસ્ત્રી હાજર રહેલા દશનામ સાધુ સમાજ ના પ્રમુખ શ્રી આકાશ ભાઇ ગોસ્વામી તેમજ જીગ્નેશ ભાઇ ગોસ્વામી એ પણ ઘુઘરીયાળી માતાજી ના મહંત શ્રી અશોક બાપુ નુ સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ રામાનંદી સાધુ સમાજ દ્વારા પણ મહંત શ્રી અશોક બાપુ નુ સન્માન કરવામાં આવ્યુ હતુ...

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.