સુવિખ્યાત પત્રકાર - તંત્રી, લેખક, કવિ, રાજનૈતિક ચિંતક એવા બહુ આયામી વ્યક્તિત્વ નાં સ્વામી જિજ્ઞેશ કાલાવડિયા નો આજે જન્મદિવસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hgnna2wqcxyl03jc/" left="-10"]

સુવિખ્યાત પત્રકાર – તંત્રી, લેખક, કવિ, રાજનૈતિક ચિંતક એવા બહુ આયામી વ્યક્તિત્વ નાં સ્વામી જિજ્ઞેશ કાલાવડિયા નો આજે જન્મદિવસ


કોઈ એક વ્યક્તિ અનેક મોરચે લડીને સફળતા પ્રાપ્ત કરે તેને મલ્ટી ટાસ્કીંગ કહેવાય છે. રાજકોટ નાં જાણીતા પત્રકાર- તંત્રી અને આવું જ બહુ આયમી વ્યક્તિત્વ ધરાવતાં જિજ્ઞેશ કાલાવડિયા નો આજે જન્મદિવસ છે. પોતાના યશસ્વી જીવનમાં 45 વર્ષ પૂર્ણ કરી 46 માં વર્ષમા પ્રવેશ કરનાર જિજ્ઞેશ કાલાવડિયા યુવા વય થી જ સૌરાષ્ટ્રમાં જાણીતું નામ બની ગયા હતા. માત્ર 24 વર્ષની યુવાવસ્થામાં સૌરાષ્ટ્રના લોકપ્રિય અખબાર ક્રાંતિ પથ અને ત્યારબાદ લોકસમર્થન, સૌરાષ્ટ્ર આસપાસ જેવા સ્થાપિત દૈનિકો માં તંત્રી તરીકે કામગીરી બજાવી ને તેઓએ પોતાની આગવી સૂઝ નો લોકો ને પરિચય કરાવ્યો હતો. તેમનાં તંત્રી પદ હેઠળ ચાલતા અખબારો માં તેઓએ અનેક કૌભાંડો, દુરાચારો ને ખુલ્લા પાડી તેમની નિડર અને નિષ્પક્ષ પત્રકાર તરીકે ની આભા ઉપસાવી હતી. પત્રકારત્વ ક્ષેત્રમાં સફળ કામગીરી ઉપરાંત તેઓ ભ્રષ્ટાચાર વિરોધી અનેક અભિયાનો સાથે જોડાયેલા રહયા છે. તત્કાલીન યુપીએ સરકાર સામે નાં જન લોકપાલ આંદોલન અને ત્યારબાદ આમ આદમી પાર્ટી ની સ્થાપના માં તેમની રાષ્ટ્રીય સ્તરે ભૂમિકા રહી હતી. ગુજરાત યુવા પરિષદ નાં માધ્યમ થી તેઓ વિદ્યાર્થી કાળ થી સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહયા છે. રાજકોટમાં ઝૂપડપટ્ટી નાં બાળકો ને ભણાવવા માટે સૌ પ્રથમ સાત કેન્દ્રો તેમનાં વડપણ હેઠળ 2007 માં શરૂ કરવામા આવ્યા હતા જેના દ્વારા અનેક બાળકોએ પોતના જીવન નો રાહ પ્રસ્થાપિત કરેલ છે. તેમણે 2001 થી આજ સુધીમાં 78 જેટલી યુવક નેતૃત્વ તાલીમ શિબિરો નું આયોજન કરી ને સૌરાષ્ટ્રના હજારો યુવાનો માટે પથ દર્શક તરીકે સરાહનીય કામગીરી કરી છે. સૌરાષ્ટ્ર નાં યુવાનો માટે તેઓએ વિવેકાનંદ કેરિયર એકેડમી દ્વારા નિશુલ્ક કારકિર્દી વર્ગો (ફ્રી આવાસ અને ભોજન સુવિધા સાથે) નું આયોજન કરી ને 300 થી વધુ યુવાનો ને સફળતા પૂર્વક પોલીસ અને અન્ય સરકારી વિભાગો માં નોકરી પ્રાપ્ત કરાવવામાં સહભાગી બન્યા છે. જિજ્ઞેશ કાલાવડિયા એ પત્રકારત્વની સાથે સાથે ખેડૂતો, મજદૂરો, વંચિતો અને દલિતો ની ન્યાય ની લડતમાં કાયમ જમીની સ્તરે રહીને લડત આપી છે. અખિલ ભારતીય કિસાન સેના નાં માનદ સલાહકાર તરીકે તેઓ કાર્યરત છે. શહિદ ભગતસિંહ ની રાષ્ટ્રવાદી વિચારધારા ને લોકો સુધી પહોચાડવા માટે તેઓ છેલ્લા વીસ વર્ષ થી, ભારત નવનિર્માણ સેના અને ભગતસિંહ ક્રાંતિ દળનાં માધ્યમ થી અનેક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે જેમાં 25 યુવાનો સાથેની સોમનાથ થી દિલ્હી સુધીની 2200 કીમી ની "રન ફોર ભગતસિંહ" ઐતિહાસિક સાઈકલ યાત્રા દ્વારા તેઓએ એક કીર્તિમાન સ્થાપિત કરેલ છે. દેશનાં 22 રાજ્યોમાં પોતાની તાકાત ધરાવતાં દેશનાં સૌથી મોટા પત્રકાર સંગઠન "અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ" માં તેઓ હાલ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. સમગ્ર દેશમાં "પત્રકાર સુરક્ષા કાનૂન" લાગુ કરાવવાની તેઓ ની લડત બદલ અનેક જાણીતાં એવોર્ડ્સ થી તેઓને નવાજવામાં આવ્યા છે. દરેક જાતી અને કોમ એટલે કે અઢારેય વરણ માં સમાન લોક ચાહના ધરાવનાર જિજ્ઞેશ કાલાવડિયા હાલમાં ચક્રવાત મિડિયા ગ્રુપ (ચક્રવાત દૈનિક અને વેબ ચેનલ)નાં ચેરમેન, હિન્દી દૈનિક "ન્યાય કા પ્રહરી"નાં ન્યૂઝ એડિટર તેમજ સામાજિક પત્રિકા"પટેલ પરિવાર" નાં મેનેજિંગ તંત્રી તરીકે કાર્યરત છે. તેઓ રાજકીય ક્ષેત્રમાં કાર્યકર્તા નું નિર્માણ કરતી દેશની જાણીતી સંસ્થા "વર્ડિક્ટ રિસર્ચ પોલિટિકલ ઇન્સ્ટિટ્યૂટ" માં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. સાહિત્ય ક્ષેત્રમાં તેઓ જિગર સન્યાસી નાં ઉપનામથી "ઝંઝાવાત" નામનો કાવ્ય સંગ્રહ પ્રકાશીત કરી ચૂક્યા છે જેનો બીજો ભાગ ટૂંક સમયમાં ફરી પ્રકાશીત થવા જઈ રહ્યો છે. આવા બહુ આયામી વ્યક્તિત્વ નાં સ્વામી જિજ્ઞેશ કાલાવડિયા આગામી સમયમાં માત્ર ગુજરાત અને ગુજરાતીઓ ની વિકાસ ની યાત્રા ને આગળ વધારવા સ્થાનિક રાજકીય પક્ષ નાં માધ્યમથી રાજનીતિમાં પ્રવેશ કરવા જઈ રહયા છે ત્યારે તેમને અગ્રિમ શુભકામના. દેશ વિદેશમાં બહોળું મિત્ર મંડળ ધરાવતાં અને પોતાનાં ગૌરવ પ્રદ જીવનમાં અનેક ક્ષેત્રો સાથે સંકળાઇને સફળતા નાં સર્વોચ્ચ શિખરો સર કરનાર જિજ્ઞેશ કાલાવડિયા ને તેમનાં જન્મદિન પર કોટી કોટી અભિનંદન. આપ પણ તેમનાં મોબાઈલ નંબર 9825020064 પર તેમને શુઆભેચ્છા સંદેશ પાઠવી શકો છો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]