જામનગર જિલ્લાના ધ્રોળ તેમજ કાલાવડ ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સાંજે પડેલા તોફાની પવન સાથેના વરસાદમાં વિજ તંત્રને ભારે નુકસાન - At This Time

જામનગર જિલ્લાના ધ્રોળ તેમજ કાલાવડ ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સાંજે પડેલા તોફાની પવન સાથેના વરસાદમાં વિજ તંત્રને ભારે નુકસાન


- કાલાવડના જસાપર ગામ નજીક ભારે પવનના કારણે ૨૨૦.કે.વી. નો જેટકોનો ટાવર જમીનદોસ્ત થયો- ધ્રોળ તાલુકાના ખીલોસ ગામ અને આસપાસના વિસ્તારમાં વીજપોલ જમીનદોસ્ત થયા: ત્રણ ટ્રાન્સફોર્મરને નુકસાન- ધ્રોલ પંથકના ૨૫ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો: જોકે ૨૪ ગામમાં વીજ પુરવઠો શરૂ: ખીલોસમાં સમારકામ ચાલુજામનગર તા 24 જુન 2022,શુક્રવાર જામનગર જિલ્લાના ધ્રોળ તેમજ કાલાવડ પંથકમાં ગઈકાલે તોફાની પવન સાથે પડેલા વરસાદને કારણે વીજ તંત્રને ભારે નુકસાન થયું છે. સૌપ્રથમ કાલાવડ તાલુકાના જસાપર પંથકમાં ૨૨૦ કે.વી. નો જેટકોનો એક ટાવર ધરાશાઇ થઈ ગયો હતો. જેના કારણે કાલાવડ થી કાંગસીયાળી ગામ તરફ જતી જેટકોની વીજ લાઈન પણ જમીન દોસ્તી થઈ ગઈ હતી. જેથી વિજ તંત્રને ભારે નુકસાન થયું છે. અને જેટકો ની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. જોકે આ વીજ લાઈનમાં હાલ વીજ પુરવઠો ચાલુ ન હોવાથી વીજ પુરવઠામાં કોઈ અસર થઈ ન હતી.આ ઉપરાંત જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં મીની વાવાઝોડા રૂપી ફુંકાયેલા પવનના કારણે વીજ તંત્રને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ખીલોસ ગામ અને આસપાસના ૨૪ જેટલા ગામોમાં ખેતીવાડી વિસ્તારમાં ૫૦ થી વધુ વીજપોલ ભાંગી ગયા છે, અને વીજ લાઈન તૂટી જતાં કુલ ૨૫ ગામોમાં વેજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડા ના કારણે ૩ ટ્રાન્સફોર્મર જમીન થયા હતા. ઉપરાંત ઇલેવન કેવીની વીજ લાઈન ના આઠ પોલ જ્યારે લો ટેન્શન વીજ લાઈનના પાંચ પોલ જમીનદોસ્ત થયા છે.સાથો સાથ ગ્રામ્યના વાડી વિસ્તારમાં ૫૦ વિજ પોલ ભાગી ગયા છે. જેના કારણે લાખોનું નુકસાન થયું છે. ગઈકાલે સાંજે તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદ દરમિયાન ૫૦ પોલ પડી ગયા હોવાના કારણે ૨૫ ગામોનો વીજ પુરવઠો ખોરવાયો હતો, જો કે આજે સવાર સુધીમાં ૨૪ ગામોમાં વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે, અને એકમાત્ર ખિલોસ ગામમાં વીજ પુરવઠો બંધ છે. જેની પણ મરામતની કામગીરી ચાલી રહી છે, અને સાંજ સુધીમાં ખિલાસ ગામમાં પણ વીજ પ્રવાહ ચાલુ થઈ જશે, તેવી તૈયારીઓ હાથ ધરી લેવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.