ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં નર્મદાના પુરના પાણી ભરાતા જળબંબાકાર, પુર અસરગ્રસ્ત ગામોના લોકો અને પશુઓનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાવીને સલામત સ્થળે ખસેડાયા ઓરપટાર,જુનીતરસાલી, જુનાટોઠિદરા,ઇન્દોર,પાણેથા સહિત કાંઠાના ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ કરાયા - At This Time

ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં નર્મદાના પુરના પાણી ભરાતા જળબંબાકાર, પુર અસરગ્રસ્ત ગામોના લોકો અને પશુઓનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાવીને સલામત સ્થળે ખસેડાયા ઓરપટાર,જુનીતરસાલી, જુનાટોઠિદરા,ઇન્દોર,પાણેથા સહિત કાંઠાના ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ કરાયા


નર્મદા નદીના ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં નર્મદા ડેમમાં પાણીનો ભારે ભરાવો થતાં નર્મદા નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,તેને લઇને નર્મદા નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાંઠા વિસ્તારના ગામોએ ખેતરો ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ઘુસી જતા ઠેરઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. ગઇકાલથી જ નર્મદામાં મોટા જથ્થામાં પાણી છોડવાનું શરૂ કરતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી, પરંતું ત્યારબાદ નદીના પુરના પાણી કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામો તેમજ ખેતરોમાં ફરી વળ્યા હતા. ઝઘડિયા તાલુકાના ઓરપટાર, જુનીતરસાલી, જુના ટોઠિદરા, પોરા, જુનીજરસાડ, જેવા કાંઠા વિસ્તારના ગામો પુરની અસર હેઠળ આવી જતા આ ગામોના અસરગ્રસ્ત લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા હતા. તાલુકાના જુનાપોરા તેમજ જુનીજરસાડ ગામો નર્મદાના પુરની અસર હેઠળ આવી જતા કેટલાક સ્થળોએ પુરમાં ફસાયેલ લોકોને નાવડીઓમાં લઇ જઇને સ્થળાંતર કરાવાયું હતું. આ ગામોના પુરમાં ફસાયેલા ગ્રામજનો તેમજ પશુઓનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાવાયું હતું, તેમજ આ પુર અસરગ્રસ્ત લોકોને ભાલોદ, નવી તરસાલી, નવા ટોઠિદરા, અવિધા જેવા ગામોએ રાહત કેમ્પો ઉભા કરીને ત્યાં આશરો આપવામાં આવ્યો હતો. આ લખાય છે ત્યારે પણ તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ચાલુ છે. ત્યારે વધુમાં મળતી વિગતો મુજબ કાંઠા વિસ્તારના પાણેથા અને ઇન્દોર ગામ વચ્ચે માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ભાલોદ પંથકના જુનાટોઠિદરા ઓરપટાર જેવા વિસ્તારોમાં પણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. ઉપરાંત અનરાધર વરસાદને લઇને તેની અસર તાલુકાના બજાર વિસ્તારો પર પણ જોવા મળી હતી. ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લાના બજારો વરસાદને લઇને સુમસામ જણાતા હતા. તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ પણ વાહનોની નહિવત અવરજવરને લઇને સુનો જણાતો હતો. તાલુકાના ઓરપટારની સામે કાંઠે આવેલ ઝણોર ગામે કિનારા નજીકના મકાનો પુરની અસર હેઠળ આવતા મકાનોમાં કેડસમા પાણી ભરાયા હતા.

મલેક યસદાની,
At this time,ભરૂચ
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.