ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં નાના સમઢીયાળા ગામે પૂજ્ય જોગી દાદાની ભાગવત કથાનું આયોજન કરાયું - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં નાના સમઢીયાળા ગામે પૂજ્ય જોગી દાદાની ભાગવત કથાનું આયોજન કરાયું


તા:5 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં નાનાં સમઢીયાળા ગામે પૂજ્ય જોગી દાદાનાં હસ્તે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારનાં લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં આ ભાગવત સપ્તાહ તારીખ 29 થી 5 તારીખ સુધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અનેક ધર્મ પ્રેમીઓએ ભાગવત સપ્તાહનો લાભ લીધો હતો જેમાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારનાં લોકો ઉના શહેર તેમજ ગીર ગઢડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો ભાગવત સપ્તાહ માણવા ઉમટી પડ્યા હતાં આ ભાગવત સપ્તાહમાં બહોળી સંખ્યામાં અનેક ધર્મ પ્રેમીઓએ ભઞવાનનો પ્રસાદનો લાભ લીધો હતો

આ કાર્યક્રમનું આયોજન પરમાર ગરવી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સુરત મુંબઈ અમદાવાદ શહેરો માંથી મહેમાનો તેમજ રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો તેમજ અનેક કલાકારોએ રાત્રિ પ્રોગ્રામનું પણ આયોજન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લોક ડાયરાનું આયોજન કર્યું હતું જેમાં માયાભાઈ આહીર પોપટભાઈ માલધારીએ હાજરી આપી હતી જેમાં આનંદભાઈ જીંજાળા જીતુભાઈ કાચડ ધારાસભ્ય તેમજ હાલનાં ઉનાનાં ધારાસભ્ય કે.સી રાઠોડએ હાજરી આપી હતી આ કાર્યક્રમની મહેમાનગતિ માણવા સુરત ખાતે શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલ ગોવિંદભાઈ (ગરવી) પરમાર અને ભુપતભાઈ પરમાર પરિવારનું પિતૃ ઋણ ચૂકવવાનું હોય જે નિમિત્તે આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગરવી સમાજનું ગૌરવ વધાર્યું હતું આ ભાગવત સપ્તાહમાં અનેક યુવાનોને માતાઓ વડિલો બહેનો તેમજ અનેક ભક્તોને પૂજ્ય જોગી દાદાએ મંત્રમુગ્ધ કર્યા હતાં

આ કાર્યક્રમની શરૂઆતથી કાર્યક્રમ પૂર્ણ થતા ભગવાન કૃષ્ણ લક્ષમણિનાં વિવાહ પૂર્ણ થતાં આજે આ કાર્યક્રમને પુર્ણાવતી આપી હતી જેમાં દરરોજ આ કાર્યક્રમમાં બંને ટાઈમ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમમાં આવતાં તમામ લોકોએ ભગવાનનો પ્રસાદ લઈ અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં અને આ કાર્યક્રમનાં સહભાગીદાર સમસ્ત સમઢીયાળા ગામનાં સહયોઞથી અને ગરવી પરમાર પરિવાર દ્વારા આયોજિત ભારત સરકારનાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત આખાં ગામની સફાઈ કરવામાં આવી હતી અને સમઢીયાળા ગામનો સહકાર મળતાં ગરવી પરમાર પરિવારે સમઢીયાળા ગામનાં તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ તમામ માહિતી ઘનશ્યામભાઈ સિધ્ધપુરાએ આપી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.