ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે પૂજ્ય જલારામ બાપાની વાર્ષિક 223મી જન્મ જયંતિ ઉજવાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/glgjeczacqn6ynsr/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે પૂજ્ય જલારામ બાપાની વાર્ષિક 223મી જન્મ જયંતિ ઉજવાય


તા:31 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે પૂજ્ય જલારામ બાપાની 223મી વાર્ષિક જન્મ જયંતી રઘુવંશી સમાજ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જન્મ જયંતી નિમિત્તે રઘુવંશી સમાજ દ્વારા રઘુવંશી સમસ્ત સમાજનાં તેજસ્વી તારલાઓ અને કર્મચારીઓ અને આગેવાનોનું સન્માન સમારંભ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને રાત્રિના પ્રાચીન ભજનો લોકડાયરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોરબી દુર્ઘટનામાં હિંચકતો પુલ ધરાશય થઇ જતાં ઘણા બધાં નાનાં બાળકો તેમજ ઘણાં બધાં લોકોએ જીવ ગુમાવ્યા હતાં જેમનાં અનુસંધાને રઘુવંશી સમાજ દ્વારા આ કાર્યક્રમને મોફુક રાખીને મોરબી દુર્ઘટનાને શ્રદ્ધાંજલિ જેવો કાર્યક્રમ રાખીને આ કાર્યક્રમને ટૂંકમાં પતાવવામાં આવ્યો હતો

ત્યારબાદ કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામનાં રઘુવંશી સમાજ દ્વારા મોરબી દુર્ઘટનાને વકોડી કાઢી હતી અને આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાં હોય જેમનાં અનુસંધાને ડોળાસા ગામનાં લોહાણા રઘુવંશી સમાજનાં આગ્રણી જેમણે આ મંદિરમાં મોટામાં મોટું યોગદાન આપેલું હોય જેમનું અવસાન થતા સ્વ:રસિકભાઈ રતનઘાયરા અને ડોળાસા ગામનાં કારડીયા રાજપૂત સમાજનાં આગ્રણી માજી ઉપસરપંચ નોઘણભાઈ રાજાભાઇ રાઠોડના અવસાનથી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિમાં શાંતી પુર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમને સાદગીથી પૂર્ણ કરવામાં આવ્યો હતો જેમાં પૂજા વિધિ બાદ જલારામ બાપાનો પ્રસાદ વિતરણ કરીને આશીર્વાદ લીધાં હતાં જેમનાં દાતાશ્રી હસુભાઈ કાનાબાર ડોળાસા અને દાલ ગાંધીનગર વાળા તરફથી દાતા તરીકે યોગદાન આપેલ હોય જેમનું સન્માન કરીને આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]