જસદણની સાંદિપની સંસ્કાર વિદ્યાલય, ન્યુ એરા સ્કૂલ, તથા શિવમ્ સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી - At This Time

જસદણની સાંદિપની સંસ્કાર વિદ્યાલય, ન્યુ એરા સ્કૂલ, તથા શિવમ્ સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી


જસદણની સાંદિપની સંસ્કાર વિદ્યાલય, ન્યુ એરા સ્કૂલ, તથા શિવમ્ સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

જસદણની શ્રી સાંદિપની સંસ્કાર વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ધો-5 થી 8ના વિધાર્થીઓએ ઉમંગ અને ઉત્સાહથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. જેમા દેશભક્તિ ગીત, નારા, પરૅડ વગેરે રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઉજવણી શાળાનાં સમગ્ર સ્ટાફ અને આચાર્ય શ્રી વર્ષાબેન સખીયા તેમજ શાળાના સંસ્થાપક ડૉ. સંજયભાઇ સખીયા નાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમજ ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીના રોજ જસદણની શિવમ સ્કૂલ અને ન્યુ એરા સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ઉપર વિવિધ અભિનય કર્યા તેમ જ ધ્વજવંદન કર્યા અને પરેડનો રિહર્સલ પણ કર્યું હતું. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે દેશભક્તિની પણ ભાવના કેળવતા શીખે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું શાળા સંચાલક હિતેશભાઈ રામાણી તેમજ તમામ સ્ટાફ ના માર્ગદર્શન નીચે ભવ્ય રીતે 26 મી જાન્યુઆરીની ઉજવણી કરી હતી અને દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.