પરીમલ હાઈસ્કૂલ રામપુર પાદેડી શાળા ખાતે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી - At This Time

પરીમલ હાઈસ્કૂલ રામપુર પાદેડી શાળા ખાતે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી


પરીમલ હાઈસ્કૂલ રામપુર પાદેડી શાળા ખાતે આજરોજ 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે શાળા ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યારે શાળાના બાળકોએ આનંદ ઉલ્લાસ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.જ્યારે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉધોગપતિ તરીકે જાણીતા તેવા ચોદસના મુવાડા ગામના અને વાપીમાં ઉધોગપતિ તરીકે પ્રખ્યાત તેવા જાણીતા મોતીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યારે તેમના દ્વારા શાળાના બાળકોને 2500 તેમજ શાળામાં 11000 હજાર રૂપિયાનુ ઈનામ આપવામાં આવ્યુ હતુ.જ્યારે તેમજ શાળાના બાળકોને જીવન વિશે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આમ પરીમલ હાઈસ્કૂલ ખાતે 74 પ્રજાસત્તાક દીવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.