સમાજસેવા માટે પદ્મશ્રીથી સન્માનિત થયાં જાંબુરના હીરાબાઈ લોબી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o6mhwg81lnlt69vx/" left="-10"]

સમાજસેવા માટે પદ્મશ્રીથી સન્માનિત થયાં જાંબુરના હીરાબાઈ લોબી


પદ્મ એવોર્ડ્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સિદ્દી આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર ફાળો આપનાર ગીર સોમનાથના જાંબુરના વતની હિરાબાઇ લોબીને પદ્મ એવોર્ડનું સન્માન મળ્યુ છે. હીરાબાઈએ સીદી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે. જેથી તેમને સરકારે પદ્મશ્રીનું સન્માન આપ્યું છે.

સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરાબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. હીરાબાઈ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત વર્ષ ૨૦૦૪માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે. હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]