રાજકોટ શહેર RTO ની ડમી રસીદ બનાવી વાહન છોડાવવાના કૌભાંડનો પર્દાફાશ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ftq297y1zua3nznz/" left="-10"]

રાજકોટ શહેર RTO ની ડમી રસીદ બનાવી વાહન છોડાવવાના કૌભાંડનો પર્દાફાશ.


રાજકોટ શહેર RTO ની ડમી રસીદ બનાવી તેને છોડાવી લેવાના કૌભાંડનો રાજકોટ રૂરલ SOG એ પર્દાફાશ કર્યો છે. આ અંગે SOG PI બી.સી.મિયાત્રાને મળેલી ખાનગી રાહે બાતમીના આધારે તપાસ કરતા RTO ની નકલી રસીદ બનાવવાનું કૌભાંડ ખુલ્લુ પડયું હતું. જેમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી અશોક RTO એજન્ટ છે. જેની પાસે પોલીસ દ્વારા વાહનો ડિટેઈન કરી આપવામાં આવતા મેમો લઈ વાહન ચાલકો જતાં ત્યારે તે દંડની રકમ વસુલી લેતો હતો. તે મેમો તેના સાગરીત રાજદિપસિંહને મોકલી દેતો હતો. જે લેપટોપ ઉપર RTO ની નકલી રસીદ બનાવી તેની ઉપર રજીસ્ટ્રીંગ ઓથોરીટી RTO રાજકોટના નામનું ખોટું રાઉન્ડ સીલ લગાવી, તેની ઉપર RTO અધિકારીઓ ઉપરાંત કલાર્ક અને હેડકલાર્કની નકલી સહીઓ કરી આપી દેતો હતો. જે અશોક વાહન ચાલકને આપી દેતો હતો. વાહન ચાલકો આ નકલી RTO રસીદને આધારે સંબંધીત પોલીસ સ્ટેશનમાં જઈ પોતાના વાહનો પણ છોડાવી લેતા હતા. નકલી રસીદો અસલી જેવી જ લાગતી હોવાથી પોલીસને પણ જાણ ન હતી. છેલ્લા ૬ માસ દરમિયાન બંને આરોપીઓએ સંખ્યાબંધ વાહનોની નકલી રસીદ બનાવ્યાનું બહાર આવ્યું છે. મુખ્યત્વે આરોપીઓએ ટુ-વ્હીલર અને રિક્ષાઓના મેમાની નકલી રસીદો બનાવી છે. અત્યાર સુધી ખરેખર કેટલી નકલી રસીદો બનાવી છે. તે અંગેની પૂછતાછ શરૂ કરી છે. બંને આરોપીઓના કારસ્તાનના કારણે RTO ને મોટી રકમની નુકશાની ગઈ છે. હાલ SOG એ બંને આરોપી વિરૂધ્ધ શાપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તપાસ શરૂ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]