ટ્રાફિક પોલીસ ,જીવદયા પ્રેમી અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતરાયણ પહેલાં લોકજાગૃતિ નો પ્રચાર પ્રસાર કાર્યક્રમ નું આયોજન. - At This Time

ટ્રાફિક પોલીસ ,જીવદયા પ્રેમી અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતરાયણ પહેલાં લોકજાગૃતિ નો પ્રચાર પ્રસાર કાર્યક્રમ નું આયોજન.


તારીખ ૯ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ અમદાવાદ ના ઈસનપુર પોલીસ સ્ટેશન "જે" વિભાગ ના કાંકરિયા બિગબજાર ટ્રાફિક પોલીસ ચોકી , Equitas Trust અને એપિક ફાઉન્ડેશન તેમજ જીવદયા સેવકો , સામાજીક સંસ્થાઓના ટ્રસ્ટીઓ , મંગલમય કમળાબા ચેરીટેબલ ટ્રસ્ટ અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલિસ દ્વારા બિગબજાર ટ્રાફિક "જે" વિભાગ પોલીસ સ્ટેશન ના મહિલા P.S.I મારું સાહેબ ના માર્ગદર્શન હેઠળ જીવદયા હેતુ કોઈ મકરસંક્રાંતિ દરમિયાન પતંગ ચગાવતા વપરાતી ચાયના (સિન્થેટીક) દોરીથી આકસ્મિક રીતે કોઈ વ્યક્તિ કે પશુ - પક્ષી અકસ્માતે ઘવાય કે મૃત્યું ન થાય તે હેતુ આવી જીવલેણ દોરીનો ઉપયોગ ન કરવા પર પ્રતિબંધ હોઇ તેમાટે લોકજાગૃતિનો પ્રચાર પ્રસાર કાર્યક્રમ જશોદા નગર ચાર રસ્તા ટ્રાફિક પોલીસ કર્મચારી ચિરાગ દેસાઈ તથા ટ્રાફિક જવાન ની ટીમ દ્વારા સાથ સહકાર આપવા થી આયોજન સફળ બનાવવા માં આવ્યું.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon