દાહોદ તાલુકાના છાપરી પ્રાથમિક શાળામાં સામુહિક સાફ સફાઈ હાથ ધરાઇ. - At This Time

દાહોદ તાલુકાના છાપરી પ્રાથમિક શાળામાં સામુહિક સાફ સફાઈ હાથ ધરાઇ.


"સ્વચ્છતા હી સેવા"ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં “સ્વચ્છતા હી સેવા”ની નેમ સાથે સ્વચ્છતા અભિયાન પુર જોશમાં ચાલી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં તબક્કાવાર આયોજનપૂર્વક વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને વિવિધ વિસ્તારોને જાહેર જનતાના સાથસહકારથી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે.

દાહોદ જિલ્લાના વિવિધ ગામો-વિસ્તારોમાં સઘન સફાઈ ચાલી રહી છે. જેમાં વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. સ્વચ્છતા હી સેવા -2023 અંતર્ગત દાહોદ તાલુકાના છાપરી પ્રાથમિક શાળામાં સામુહિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશમાં શાળાના શિક્ષકગણ, તથા જાગૃત નાગરિકો જોડાયા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.