મુળી ના સરલા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગ્રામસભા યોજાઈ ગોપાલ ઈટાલીયા રહ્યા હાજર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fllbmak8p4lb1p6e/" left="-10"]

મુળી ના સરલા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગ્રામસભા યોજાઈ ગોપાલ ઈટાલીયા રહ્યા હાજર


*મુળી ના સરલા ગામે આમ આદમી પાર્ટી ની ગામસભા યોજાઈ*

*પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા એ કર્યું સંબોધન*

મુળી તાલુકાનાં સરલા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું આપ નાં ચોટીલા વિધાનસભા બેઠક નાં ઉમેદવાર રાજુભાઈ કરપડા નાં પ્રચાર માટે આ સભા યોજાઈ હતી જેમાં આપ નાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે અને યુવા આગેવાન સામંત ગઢવી હાજર રહી સભા સંબોધી હતી જેમાં ખેડૂતો ખેતી ખેત મજુરો અને ગરીબ વર્ગ માટે ની કામગીરી ગેરંટી સાથે ની વાત કરી હતી આ તકે અનેક આગેવાનો આજે આપ નો ખેસ ધારણ કર્યો હતો તેમાં મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ નાં પુર્વ પ્રમુખ રામભાઇ ખેર ,મુળી તાલુકા પંચાયત ની ચુંટણી માં મુળી બેઠક પર નાં ઉમેદવાર અને નજીવા મતે હાર મળેલ તેવા આગેવાન વિરમદેવ સિંહ પરમાર,મુળી તાલુકા પંચાયત માં દાણાવાડા બેઠક નાં ઉમેદવાર રમેશભાઈ, દુધઈ ઉપ સરપંચ સગરામભાઈ, સહિત તમામ સભ્યો એ આજે આપ નો ખેસ ધારણ કરતાં રાજકીય હલચલ મચી જવા પામી છે દિનપ્રતિદિન આપ દ્વારા નાના-મોટા સંમેલન યોજી ચોટીલા વિધાનસભા બેઠક પર ચૂંટણી નો ગરમાવો લાવી દિધેલ છે ઉમેદવાર રાજુભાઈ કરપડા સતત લોકસંપર્ક કરી કેજરીવાલ ની વિચારધારા અને ગેરંટી કાર્ડ વિતરણ જોરશોરથી શરૂ કરવામાં આવેલ છે આ તકે મુળી તાલુકા નાં અનેક કાર્યકરો ઉમટી પડ્યા હતા અને જેમાં મુળી નાં પુર્વ સરપંચ અને વયોવૃદ્ધ આગેવાન અજીતસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગઢાદ સરપંચ , મુન્નાભાઈ,કીશોરભાઈ, રાજુભાઈ સોલંકી,જયરાજ ગોસ્વામી,સરલા નાં પુર્વ સરપંચ રાજુભાઈ પટેલ , અશોકભાઈ પટેલ, ગીરીશભાઈ સહિત અનેક હોદેદારો એ હાજરી આપી હતી ચોટીલા વિધાનસભા માં ત્રીજો વિકલ્પ આપ ને લોકો વધાવી ને રાજુભાઈ ને ખુલ્લેઆમ સમર્થન આપતાં રાજકીય માહોલ ગરમાયો છે તમામ કાર્યક્રમો નું સંચાલન રાહિત બાવળીયા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]