MSU હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ ગરબા રમવા જઇ શકશે , 12 વાગ્યા પહેલાં પરત ફરવું પડશે . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/asn69pk2gqvq2cxk/" left="-10"]

MSU હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ ગરબા રમવા જઇ શકશે , 12 વાગ્યા પહેલાં પરત ફરવું પડશે .


બે વર્ષ પછી યોજાઇ રહેલા ગરબામાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ જઇ શકશે . તેમને સત્તાધીશોએ 12 વાગ્યા સુધીની પરવાનગી આપી છે . જોકે 12 વાગ્યા સુધીમાં હોસ્ટેલ પરત આવી જવું પડશે . 12 વાગ્યા પછી ગરબામાં રોકાવું હોય તો વાલીની પરવાનગી લઇ એન્ટ્રી પાસ મેળવી સ્થાનીક સગાંને ત્યાં રોકાવું પડશે . છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે નવરાત્રીનું આયોજન થઇ શક્યું ના હતું . જોકે આ વર્ષે નવરાત્રી યોજાવાની છે જેના પગલે યુવાધનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે . યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીનીઓને ગરબા રમવા જવા માટે રાત્રીના 12 વાગ્યા સુધીની પરવાનગી આપવામાં આવી છે . જો વિદ્યાર્થીનીઓ રાત્રીના 12 વાગ્યા પછી પણ ગરબા માટે રોકાવવા ઇચ્છતી હોય તો તેવા સંજોગોમાં તેણે પેરેન્ટસની પરવાનગી લેવી પડશે અને વિદ્યાર્થીનીને એન્ટ્રી પાસ કાઢી આપવામાં આવશે . વિદ્યાર્થીનીને 12 વાગ્યા પછી હોસ્ટેલમાં એન્ટ્રી નહિ મળે . વિદ્યાર્થીનીને એન્ટ્રી પાસ લીધો હશે તો પણ સ્થાનીક કક્ષાએ પોતાના રીલેટીવના ઘરે રોકાવું પડશે .યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં 2 હજાર જેટલી વિદ્યાર્થિનીઓ રહે છે . હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓમાંથી 700 થી 800 જેટલી વિદ્યાર્થીનીઓ દર વર્ષે ગરબા રમવા માટે જતી હોય છે . સામન્ય રીતે ગર્લ્સ હોસ્ટેલમાં પરત ફરી જવાનો રૂટીન સમય રાત્રે 9 વાગ્યા સુધીનો હોય છે . જો કે નવરાત્રીના સમયમાં જાહેરનામાના આધારે તેમનો સમય નક્કી કરવામાં આવતો હોય છે . બોયઝ હોસ્ટેલ 12 વાગ્યે બંધ કરી દેવાશે 12 વાગ્યા પછી બોયઝ હોસ્ટેલના દરવાજા બંધ કરી દેવામાં આવે છે . જોકે બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ લેટ પડે તો તેવા સંજોગોમાં તેમના આઇકાર્ડ બતાવે તો એન્ટ્રી આપવામાં આવે છે . બોયઝ હોસ્ટેલમાં પણ 12 વાગ્યા સુધીનો જ નિયમ લાગુ કરવામાં આવશે . વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ 12 વાગ્યાનો સમય યુનિ . માં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થી પણ શહેરમાં યોજાતા ગરબા રમા જોવા જઇ શકશે . પણ આ વિદ્યાર્થી યુનિ . ની વિદેશી વિદ્યાર્થીઓને રહેલા ફાળવવામાં આવેલા કવાર્ટસમાં રહે છે . તેમને પણ નિયમ લાગુ પડશે અને 12 વાગ્યા સુધીની જ પરવાનગી મળશે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]