રોકડ રૂ.૧,૯૪,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં આઠ માણસોને ઝડપી લેતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/farmvexgppmxx4sd/" left="-10"]

રોકડ રૂ.૧,૯૪,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં આઠ માણસોને ઝડપી લેતી


ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ કાઇમ બ્રાન્ચનાં /C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર, એલ.સી.બી પેરોલ ફર્લો સ્કોડમાં પો.કોન્સ. મહેશભાઇ પંડયા તથા તરૂણભાઇ નાંદવાને અગાઉ બાતમી મળેલ કે, જેતુભાઇ વલકુભાઇ જાજડા રહે વાડી વિસ્તાર, ગૌરસ રોડ, લખુપરા,મહુવાવાળા તેના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને આવેલ ઓફિસે બહારથી માણસોને બોલાવી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડી પોતાનાં આર્થિક ફાયદા માટે નાળ કાઢી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમી અંગે તા.૦૪/૦૯/૨૦૨૩નાં રોજ ખાતરી કરાવતાં ઉપરોકત જગ્યાએ હાલમાં જુગાર ચાલુ હોવાનું જણાય આવેલ જેથી આ રહેણાંક મકાને રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓ-

1. જીતુભાઇ વલકુભાઇ જાજડા ઉ.વ.૩૦ રહે. વાડી વિસ્તાર, ગોરસ રોડ, લખુપરા, તા.મહુવા જી.ભાવનગર

2. હનીફભાઇ ઉર્ફે એમ.ટી. મહમદભાઇ કાળવાતર ઉ.વ.૪૦ રહે.ખારા વિસ્તાર, મહુવા, જી.ભાવનગર ૩. સાહિલભાઇ શાંતિભાઇ વેગડ ઉ.વ.૩૫ રહે.શાસ્ત્રીનગર, શ્રીજી નગર પાછળ, મહુવા જી.ભાવનગર

4. અનીલભાઇ નારણભાઇ બીયા ઉ.વ.૩૨ રહે.કુંભારવાડા, જનતા પ્લોટ નં.૧, મહુવા જી.ભાવનગર

5. કાદરભાઇ કરીમભાઇ મોરખ ઉ.વ.૪૦ રહે.ખરડીયા મહોલ્લા, જમજમ બીલ્ડીંગ પાસે, મહુવા જા.ભાવનગર

6. વિનુભાઇ લક્ષ્મણભાઇ શિયાળ ઉ.વ.૫૮ રહે.સુતાર શેરી, મહુવા જી.ભાવનગર

7. રહીમભાઇ ઉર્ફે રાધે રાજુભાઇ કુરેશી ઉ.વ.૪૧ રહે વાઘનગર રોડ, ખારા વિસ્તાર, મહુવા જી.ભાવનગર

૩. વિશાલભાઇ ઉર્ફે વિષ્ણુ મનુભાઇ ડાભી ઉ.વ.૨૭ રહે. ઘાવડી ચોક, મહુવા જી.ભાવનગર

ગંજીપત્તાનાં પાના-પર, પાથરણું કિ.રૂ.૦૦/- તથા રોકડા રૂ.૧,૯૪,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૪,૫૦૦/- નો

મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ- I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અરવિંદભાઇ મકવાણા, તરૂણભાઇ નાંદવા મડ઼ેન્દ્રસિંહ્ સરવૈયા, ભદ્દેશભાઇ પંડયા, પીનાકભાઇ બારૈયા, પ્રજ્ઞેશભાઇ પંડયા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]