રસરંગ લોક્મેળાની તમામ તૈયારીઓ પૂર્ણઃ તા.5થી પ્રારંભ - At This Time

રસરંગ લોક્મેળાની તમામ તૈયારીઓ પૂર્ણઃ તા.5થી પ્રારંભ


રમકડાનાં ૧૭૮ પ્લોટ, ખાણીપીણીનાં ૩૭,આઈસ્કીમનાં ૪૪ સ્ટોલ્સઃ યાંત્રિક રાઈડનાં ૪૪ પ્લોટઃ ફજેત-ચકરડી ફીટ થઈ ગયાઃ ૧૨૬૬ પોલીસ જવાનો અને ૧૦૦-સિકયોરીટી ગાર્ડ સુરક્ષા ફરજ બજાવશે

અત્રે ઉલ્લેખનીય છે કે,રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ રેષકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. ચાલુ વર્ષે તા. ૦૫ થી ૦૯ રાપ્ટેમ્બર, ૨૦૨૩ એમ પાંચ દિવસ સુધી યોજાશે. આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે ૩૫૫ સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા થઈ છે. જે પૈકી રમકડાના ૧૭૮ સ્ટોલ, ખાણીપીણીના ૧૪ સ્ટોલ, મધ્યમ ચકરડીના ૦૪ પ્લોટ, નાની ચકરડીના ૪૮ પ્લોટ સિસ્ટમથી ફાળવવામાં આવશે.

જ્યારે ખાણીપીણીના ૩૭ સ્ટોલ, યાંત્રિકના ૪૪ પ્લોટ, આઈસ્ક્રીમના ૧૬ પ્લોટ, ફૂટ કોર્ટના ૭૦૩ પ્લોટ, ૦૧ ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવશે. લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ૦૩ ડી.સી.પી., ૧૦ એ.સી.પી., ૨૮ પી.આઈ., ૮૧ પી.એસ.આઈ., ૧૦૬૭ પોલીસ, ૭૭ એસ.આર.પી. સહીત કુલ ૧૨૬૬ જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત ૧૦૦ ખાનગી સિક્યોરીટી ગાર્ડ ફરજ બજાવશે

જનતાની સુરક્ષા માટે ૧૮ વોચટાવર ઉપર સી.સી. ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનો રૂ. ૪ કરોડનો વીમો પણ લેવામાં આવેલ છે. ચાર જગ્યાએ જાહેર શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજાને જુદી જુદી ૧૭ જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજુરી અપાશે. લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદી જુદી સમિતિઓ લોકમેળાના સુચારૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે.

લોકમેળા સમિતિ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરીને પ્રદર્શન સ્ટોલ ફાળવાશે, જેમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પ્રદર્શિત કરવામાં આવશે. ૧૩ જેટલી સંસ્થાઓને સમાજ ઉપયોગી માર્ગદર્શન માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓ તથા નાના કારીગરોને રોજગારી તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા આર્થીક વિકાસ નિગમ અને ઇન્ડેન્ટસી ને સ્ટોલ ફાળવાયા છે. ચાલુ વર્ષે આ લોકમેળા માટે રસરંગ નામની પસંદગી થઇ છે

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.