*"શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ"ની પુર્ણાહુતી ૨૯મીને‌ સોમવારે: મહાપ્રસાદનું આયોજન* - At This Time

*”શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ”ની પુર્ણાહુતી ૨૯મીને‌ સોમવારે: મહાપ્રસાદનું આયોજન*


કુળદેવી શ્રી શક્તિ માતાજી તથા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી રામ ભક્ત ઉપાસક શ્રી તુષાર બાપુ નિમાવત સંગીતના સુમધુર સુરાવલી સાથે અત્રેના શ્રી રામ આધાર મંદિરની સામેના શક્તિ સોસાયટી ખાતે "શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ" કથામૃતનું રસપાન તા. ૨૧મીથી કરાવી રહ્યા છે. થાનગઢના આંગણે શ્રી ધનજીભાઈ ખુશાલભાઈ મકવાણા આયોજિત "શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ" શ્રી રામચરિત માનસના શુભ પ્રસંગનો પણ સમાવેશ કરી લોકોમાં ભક્તિનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો તેમજ થાનગઢ મકવાણા પરિવારના ભુવા શ્રી ખોડાભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને બધાનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો અને ખૂબ જ આનંદ થયો હતો. સંવત ૨૦૮૦ ના ચૈત્ર વદ ત્રીજ તા. ૨૭મે શનિવારે બપોરે ૧૧-૩૦ કલાકે ભરત મીલાપ, તથા ચૈત્ર વધ ચોથ તા. ૨૮મી રવિવારે શબરી પ્રસંગ - હનુમાનજી પ્રાગટ્ય તથા ચૈત્ર પાંચમ તા. ૨૯મી સોમવારે રામેશ્વર સ્થાપના ને રામરાજ્યભિષેક પ્રસંગો વર્ણાવાશે. કથા પૂર્ણાહુતી નિમિત્તે તા. ૨૯મીને સોમવારે બપોરે ૧૧-૩૦ કલાકે મકવાણા પરિવારનો મોટો મઢ શક્તિ સોસાયટી ખાતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

રિપોર્ટ જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.