વાસણીયા ગામની સીમમાં બોરકુવા ઉપરથી જુગારધામ ઝડપાયું - At This Time

વાસણીયા ગામની સીમમાં બોરકુવા ઉપરથી જુગારધામ ઝડપાયું


ગાંધીનગર પોલીસ દ્વારા પ્રોહી તેમજ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે જ્યાં પેથાપુર પોલીસને મળેલી બાતમીના આધારે વાસણીયા ગામની સીમમાં બોરકુવા ઉપર દરોડો પાડીને જુગાર રમતા રાંધેજા ગામના મહેશજી અમૃતજી ઠાકોર, પ્રકાશજી માધાજી ઠાકોર, અરવિંદજી ભાવાજી ઠાકોર, બળદેવજી વેલાજી ઠાકોર, વાસણ ગામના પ્રવીણજી બળદેવજી ઠાકોર અને વિક્રમજી અજમલજી ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૨૯ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.