વિશ્વ પશુ ચિકિત્સક દિવસ વર્ષના એપ્રિલ મહિનામાં ચોથા શનિવારે ઉજવવામાં આવે છે જેમાં ૨૭ એપ્રિલ ૨૦૨૪ નાં દિવસે ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા વિશ્વ પશુ ચિકિત્સક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી - At This Time

વિશ્વ પશુ ચિકિત્સક દિવસ વર્ષના એપ્રિલ મહિનામાં ચોથા શનિવારે ઉજવવામાં આવે છે જેમાં ૨૭ એપ્રિલ ૨૦૨૪ નાં દિવસે ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા વિશ્વ પશુ ચિકિત્સક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી


રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર
ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા વિશ્વ પશુ ચિકિત્સક દિવસની અનોખી ઉજવણી

વિશ્વ પશુ ચિકિત્સક દિવસ વર્ષના એપ્રિલ મહિનામાં ચોથા શનિવારે ઉજવવામાં આવે છે જેમાં ૨૭ એપ્રિલ ૨૦૨૪ નાં દિવસે ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા વિશ્વ પશુ ચિકિત્સક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં પશુ ચિકિત્સકો ને ઓનલાઈન વેબીનાર દ્વારા પશુઓમાં થતા રોગો તથા તેને અટકાવવા ના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડોકટર ક્રિસ્ટોફર ઓલ્સન ( વિસ્કોન્સિન યુનિવર્સિટી, અમેરિકા), ડોકટર મોહમ્મદ મુદ્દાસર ચંદા( સિનિયર વૈજ્ઞાનિક, આઇસી. આર. એ), મેજર ડોકટર અચીન અરોરા- નેશનલ વી. એમ. એલ. સી હેડ, ઈ.એમ.આર આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ, હૈદરાબાદ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના ૪૦૦ થી વધુ પશુ ચિકિત્સકો એ આ વેબિનાર માં ભાગ લીધો હતો અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ગુજરાત રાજ્યના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ દ્વારા તમામ પશુ ચિકિત્સકો ને શુભેચ્છા પાઠવી હતી.

તેમજ વિશ્વ પશુ ચિકિત્સક દિવસના રોજ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ના દેલવાડા ગામમાં રહેવાસી હમીરભાઇ રબારી એ પોતાની ગાય ની સારવાર માટે ફરતા પશુદવખાના (MVD) કુબાધરોલ નો સંપર્ક કર્યો હતો ,કેસ ની જાણ થતાં જ તત્કાલિક એમની મુલાકાતે ૧૯૬૨ એમ્બ્યુલન્સ પહોંચી હતી, ત્યાં આગળ જઈ ને ડૉ. મયંક પ્રજાપતિ દ્વાર નિદાન કરતા ગાયના જમણી બાજુ ના પાછળના પગે ૨૦ દિવસ જૂનું ફ્રેકચર થયેલું હતું ,તેથી ડોક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે સર્જરી કરી ને પગને કાપી ને ગૌમાતા ને પીડામાંથી મુક્ત કરાવાઈ હતી, ફરતા પશુ દવાખાના ની આ સેવા અને ડો.મયંક પ્રજાપતિ અને પાયલોટ વિજયભાઈ મહેરા ની આ નિ:સ્વાર્થ સેવાને પશુ માલિક અને ગામલોકો એ ખુબ જ બિરદાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.