માલપુર મુકામે જાયન્ટ્ ગ્રુપ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો. - At This Time

માલપુર મુકામે જાયન્ટ્ ગ્રુપ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો.


અરવલ્લીના માલપુર મુકામે એસ.ટી. ડેપો ખાતે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જાયન્ટ્સ ગ્રુપ તથા જાયન્ટ્સ સહિયર દ્વારા 14મા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મોડાસા ખાતે આવેલ તેજ આઈ સેન્ટરના ડોક્ટરો દ્વારા નેત્રનિદાન કેમ્પમાં ચકાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. મફત નેત્ર નિદાન કેમ્પમાં લગભગ 110 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો.અરવલ્લી જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ મહેશભાઈ પટેલ મંત્રી અમરીશભાઈ પંડ્યા અને જાયન્ટ્સ ગ્રુપના સભ્યો તથા એસટી ડેપો નિગમના ઇન્ચાર્જ રમેશભાઈ અને ભુપેન્દ્રસિંહ સિસોદિયા હાજર રહ્યા. જાયન્ટ્સ ગ્રુપ તથા જાયન્ટ્સ સહિયર દ્વારા 14મા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું .માલપુર જાયન્ટ્સ ગ્રુપ દ્વારા લોક ઉપયોગી સેવાઓ કરવામાં આવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.