હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી ઝડપાઈઃ hitachi મશીન સહિત ૬૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f80wspmwodqbd87c/" left="-10"]

હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી ઝડપાઈઃ hitachi મશીન સહિત ૬૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા


હળવદ પંથકમાં ભુમાફીઆઓ બે ફામ બન્યા છે ત્યારે હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં બેફામ રેતીચોરી થાય છે અને જેને લઈને અવાર નવાર ખાણ ખનીજ વિભાગ, સ્ટેટ મોનિટરીંગ સેલ, મોરબી એલસીબી અને હળવદ પોલીસ દ્વારા કામગીરી કરી રેતીચોરી અટકાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે પરંતુ તેમ છતાં રેતીચોરી અટકવાનું નામ લેતું નથી. ત્યારે ફરી એકવાર હળવદ તાલુકાના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતીચોરી ઝડપાઈ છે. હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એચ.અંબારીયા દ્વારા ટીકર ગામ બ્રાહ્મણી નદીમાં દરોડો પાડયો હતો. જેમાં પોલીસે એક હિટાચી મશીન અને એક ડમ્પર મળી ૬૦ લાખના મુદ્દામાલ સાથે સુરેશભાઈ બાલુભાઈ બાલસાનીયા, રિયાઝઅલી લાલમોહમદ અન્સારી, ભરતભાઈને ઝડપી પાડયા હતા. જેમાં ડમ્પર નંબર જીજે-૩૬- એક્સ-૧૯૨૮ અને એક નંબર પ્લેટ વિનાનું હિટાચી મશીન ઝડપી પાડી ખાણ ખનીજ વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]