નારી સંરક્ષણ કેન્દ્ર ગોધરાદ્વારે શરણાઈ ના સૂર રેલાયા - At This Time

નારી સંરક્ષણ કેન્દ્ર ગોધરાદ્વારે શરણાઈ ના સૂર રેલાયા


આજે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે પંચમહાલ જિલ્લાના મોતીબાગ પાર્ટીપ્લોટ-ગોધરા ખાતે પંચમહાલ વહીવટી તંત્ર,મહિલા અને બાળવિકાસ અધિકારીશ્રીની કચેરી અને નારી સંરક્ષણ કેન્દ્રનાં સંયુક્ત પ્રયાસો થી નારી સંરક્ષણ કેન્દ્ર-ગોધરાનાં દ્વારે ઉછરેલી દીકરી ચિ.ભારતી અને ચિ.કુલદીપ ના શુભ લગ્નપ્રસંગે સાથી મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સાથે ઉપસ્થિત રહી દીકરીને હૃદયપૂર્વક આશીર્વાદ સહ સુખી લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી

નવતર જીવનમાં પગલાં પાડવા જઈ રહેલ દીકરી ચિ.ભારતી અને ચિ.કુલદીપ ને લગ્નજીવનનાં પ્રારંભે સુખી અને સમૃદ્ધ લગ્નજીવનના આશીર્વાદ પાઠવ્યા*હત

*આ શુભ લગ્નપ્રસંગે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, ગોધરા ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી, મોરવા હડફ ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર,મહિલા અને બાળ વિકાસ સચિવશ્રી કે.કે.નિરાલા,જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી માધવી ચૌહાણ સહિત વિવિધ અધિકારીશ્રીઓ,દાતાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં આશીર્વચન આપવા લોકો ઉપસ્થિત રહ્યા હતા


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.