બાલાસિનોરમાં જન્મશતાબ્દી વર્ષની અનોખી ઉજવણી - At This Time

બાલાસિનોરમાં જન્મશતાબ્દી વર્ષની અનોખી ઉજવણી


બાલાસિનોરના વતની અને હાલ મુંબઈ રહેતા ૧૦૦માં વર્ષમાં પ્રવેશતા વયોવૃદ્ધ વડીલના જન્મદિન પ્રસંગે તેમના પરિવારના સભ્યોએ બાયડમાં આવેલ જય અંબે મંદબુદ્ધિ બહેનોના આશ્રમમાં મીઠાઈ સાથેનું ભોજન આપી જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરી છે. બાલાસિનોરના વતની હાલ મુંબઈ રહેતા નવનીતલાલ મણીલાલ શાહ(જાટ) આ વર્ષે ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓએ આદિવાસી વિસ્તાર વેરાસામાં આદિવાસીઓ અને તેમના બાળકો માટે શૈક્ષણિક વિકાસની પ્રવુતિઓ અને બાલાસિનોરમાં ગરીબોને મફત અનાજનું વિતરણ પણ થોડાક વર્ષો કર્યું હતું.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.