ATM માં રુપિયા 500 ઉપાડો તો નિકળતા હતા 5 ગણા રુપિયા, જોત જોતામાં લોકોની લાગી ગઇ લાઇન - At This Time

ATM માં રુપિયા 500 ઉપાડો તો નિકળતા હતા 5 ગણા રુપિયા, જોત જોતામાં લોકોની લાગી ગઇ લાઇન


નાગપુર,16 જુન,2022,ગુરુવાર એટીએમમાંથી પૈસા ઉપાડવા પ્રયાસ કરો ત્યારે પૈસા ઉપડયા ના હોયતો પણ મેસેજ આવી જાય છે આવું કયારેક બને છે પરંતુ મહારાષ્ટ્ના નાગપુરથી 30 કિમી દૂર આવેલી ખાપરખેડા ટાઉનની એક બેંકમાં  અજબ કિસ્સો બન્યો જેમાં 500 રુપિયા ઉપાડો તો પાંચ ગણા નાણા નિકળતા હતા. એટલે કે એ 500 રુપિયાની નોટના સ્થાને 500 રુપિયાની 5 નોટો આવતી હતી. એટલું જ નહી પૈસા વધારે મળ્યા હોવાનો મેસેજ પણ મોબાઇલમાં આવતો ન હતો. પહેલા એક વ્યકિતને આવો અનુભવ થયો તો તેને ફરી પ્રયત્ન કર્યો તો એક પ00ના બદલે પ00ની 5 નોટ બહાર આવી હતી.  ખાનગી બેંકના ઓટોમેટેડ ટેલર મશીનમાં આવો ચમત્કાર થતો હોવાની વાત જોત જોતામાં આગની જેમ ફેલાઇ ગઇ. લોકોએ એટીએમમાં લાઇન લગાવી દીધી. એક પ્રમાણિક બેંક ગ્રાહકે પોલીસને માહિતી આપતા પોલીસે એટીએમ મશીન બંધ કરાવી દીધું હતું. પોલીસે તપાસ કરતા માલૂમ પડયું કે એટીએમમાં ટેકનિકલી ખામીના કારણે આમ થતું હતું. વધુ તપાસમાં બેંક અધિકારીના ધ્યાનમાં આવ્યું કે એટીએમના કેસ બોકસમાં 500 રુપિયાની નોટ કેશિયરે ભૂલથી 100 રુપિયાના બોકસમાં ભરી દીધી હતી. આથી પાંચ ગણી રકમ નિકળતી હતી. જે લોકો એટીએમની ટેકનિકલ ખામીનો લાભ લઇને વધુ નાણા ઉપાડી ગયા છે તેમની ઓળખ કરીને રિકવરી કરવાની કાર્યવાહી બેંકે હાથ ધરી છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.