બેકાર યુવાનોની 'અગ્નિ પરીક્ષા' ન કરો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહારો - At This Time

બેકાર યુવાનોની ‘અગ્નિ પરીક્ષા’ ન કરો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહારો


- 'અગ્નિપથ' યોજના સશસ્ત્ર દળોની યુદ્ધ ક્ષમતા ઘટાડશે : તેઓનાં ગૌરવ અને વીરતા સાથે ચેડાં ન કરો : રાહુલનવી દિલ્હી : સેનાઓમાં સૈનિકો તરીકે ભરતી કરવા માટે કેન્દ્ર સરકારે તરતી મુકેલી 'અગ્નિપથ' યોજના ઉપર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર ઉગ્ર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, બેકાર યુવાનોની 'અગ્નિ પરીક્ષા' કરવાનું બંધ કરો.ટ્વિટર ઉપર હિન્દીમાં પોતાનું પોસ્ટર મુકતા તેમણે જણાવ્યું હતું કે, નહી રેન્ક, નહી પેન્શન કે છેલ્લા બે વર્ષ સુધી તો કોઈ ડાયરેક્ટ રીક્રુટમેન્ટ (સીધી ભરતી) પણ સેનાઓમાં કરાઇ નથી. (આ યુવાનોને) ૪ વર્ષ પછી કોઈ સ્થિર ભવિષ્ય પણ નથી. સરકારે સેના પ્રત્યે કોઈ માન પણ દર્શાવ્યું નથી.આ સાથે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના બેકાર યુવાનોનો અવાજ સાંભળવા અનુરોધ કર્યો હતો સાથે કહ્યું હતું કે, 'અગ્નિપથ' ઉપર ચાલવાનું કહી તેઓની ધીરજની 'અગ્નિ પરીક્ષા' ન લેતા.બુધવારે તેઓએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આ 'અગ્નિપથ' યોજનાથી સશસ્ત્ર સેનાની યુદ્ધ ક્ષમતા ઘટી શકશે. સૈનિકોના ગૌરવ અને વીરતા સાથે ચેડા ન કરો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારત બે ફ્રન્ટ ઉપર ભયનો સામનો કરી રહ્યું છે ત્યારે આ અગ્નિપથ યોજના આપણી સેનાની યુદ્ધ ક્ષમતા ઘટાડશે. આથી ભાજપે આપણી સેનાના ગૌરવ, પરંપરાઓ, વીરતા અને શિસ્ત સાથે કોઈ ચેડાં ન કરવા જોઈએ.કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પણ કેન્દ્ર ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ યોજના જાહેર કરતા પૂર્વે (કેન્દ્ર) સરકારે ગંભીરતાથી વિચાર પણ કર્યો ન હતો કે તે પૂર્વે કોઈની પણ સાથે સલાહ- સૂચનોની આપ-લે કરી ન હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.