કેશોદ તાલુકાના નાની ઘંસારી પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો યોજાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ewjwwkaxj3f0xukt/" left="-10"]

કેશોદ તાલુકાના નાની ઘંસારી પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો યોજાયા


રાજ્યભરમાં ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહયાછે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો જેમાં ગાંધીનગર સચિવાલય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના એસ. યુ. પરીખ મેડમના માર્ગદર્શનમાં યોજાયો ઉપસ્થિત મહાનુભાવોને ભાગવત ગીતાજીના પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું ધોરણ 1 માં 22 બાળકોને કુમ કુમ તિલક અને મોં મીઠુ કરાવી તેમજ શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો. ધોરણ 3 થી 8 માં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન હડિયા વિવેક અને બારીયા આયુષી દ્વારા કરવામાં આવ્યું સીઆરસીકો ઓર્ડીનેટર ડોડીયા સાહેબ દ્વારા શાળામાં કરવામાં આવતી પ્રવૃત્તિથી વાકેફ કરવામાં આવ્યું અને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર મળવા બદલ શાળાને પ્રમાણ પત્ર અને અભિનંદનપત્ર આપવામાં આવ્યું ઉપસ્થિત અધિકારીઓ ગ્રામ પંચાયત સરપંચ ઉપસરપંચ, સભ્યો SMC અધ્યક્ષ અને સભ્યો આંગણવાડી કાર્યકર આરોગ્ય કર્મચારી વાલીગણનો આભાર માનવા શાળાના શિક્ષક કમલેશભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]