ખેરાલુ પ્રા.કેશુભાઈ દેસાઈ વિધાસંકુલમાં પૂ.નાથુકાકા દેસાઈ ની પુણ્યતિથિપર ભાવપૂવૅકઅપાયેલી શ્રદ્ધાંજલિ - At This Time

ખેરાલુ પ્રા.કેશુભાઈ દેસાઈ વિધાસંકુલમાં પૂ.નાથુકાકા દેસાઈ ની પુણ્યતિથિપર ભાવપૂવૅકઅપાયેલી શ્રદ્ધાંજલિ


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ ખેરાલુ તાલુકાનું અને ખેરાલુ ગામનેસૌથી મોટું પ્રા.કેશુભાઈ વિધાસંકુલમાં આ કોલેજના પ્રણેતા અને આ વિસ્તારમાં જેમને શિક્ષણ માટે ઉદાર સખાવતો દાખવી છે તથા આ વિસ્તારમાં અને આંજણા ચૌધરી સમાજમાં જે શૈક્ષણિક સંસ્થાઓ ઉભું કરવામાં જેમનું મહત્વનું યોગદાન છે તેવા સ્વ. નાથુભાઈ સવજીભાઈ દેસાઇની 23 મી પુણ્યતિથિ નિમિત્તે પ્રા.કેશુભાઈ દેસાઈ સંકુલના તમામ શૈક્ષણિક સંસ્થાઓના વડાશ્રીઓ અને તમામ સ્ટાફ ,કેળવણી મંડળના કારોબારી સભ્યશ્રીઓ, સંકુલના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિ. ડો. બાબુભાઇ જે.ચૌધરીએ અને કેમ્પસ ડાયરેકટર જસ્મીન ભાઈ દેવીએ સ્વ.પૂ. નાથુકાકાએ આ વિસ્તારમાં કરેલા કાર્યો ની સિદ્ધિઓ વર્ણવી હતી. કેમ્પસમાં આવેલી બી.એડ.કોલેજના પ્રિન્સીપાલ અલ્પનાબેન પરમાર, સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ વિકલ્પભાઈ પ્રજાપતિ, માધ્યમિક વિભાગના પ્રિન્સીપાલ બાબુભાઇ દેસાઈ પ્રાથમિક વિભાગના પ્રિન્સીપાલશ્રી કેશુભાઈ દેસાઈ તથા ઉપપ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ કારોબારી સભ્યશ્રી દિલીપભાઈ દેસાઈ અને અશ્વિનભાઈ દેસાઈએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી અને સ્વ. નાથુકાકાના પુત્ર માનસિંહભાઈ દેસાઈ (મોટા) U.S.A.થી Online ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી દરેકનો આભાર માન્યો હતો.. સમગ્ર કાર્યક્રમનું આયોજન કેમ્પસ ડાયરેકટર જસ્મીનભાઈ દેવીએ કર્યું હતું....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.